Site icon

ફિફા વર્લ્ડ કપ : મહિલા ચાહકો મુશ્કેલીમાં, જો તેઓ આવા કપડાં પહેરે છે તો થઇ શકે છે જેલની સજા; જાણો કેવા છે કતારના નિયમો

News Continuous Bureau | Mumbai

કતાર ફિફા વર્લ્ડ કપ 2022 (Qatar FIFA World Cup 2022) માટે તૈયાર છે. ફિફા વર્લ્ડ કપ 20 નવેમ્બરથી શરૂ થશે, પરંતુ કતારમાં તેના સંગઠનને લઈને વિવાદો ચાલુ છે. જો કે ફૂટબોલ વર્લ્ડ કપ (Football World Cup) જેવી મોટી ટુર્નામેન્ટની યજમાની કરનાર કતાર પહેલો મિડલ ઈસ્ટ દેશ (Middle East country) બન્યો છે, પરંતુ તેના સંગઠનને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે અને તેનું સૌથી મોટું કારણ આ દેશમાં ફૂટબોલ ચાહકો (Football fans) પર લાદવામાં આવેલા નિયંત્રણો છે. અહીં સૌથી મહત્વપૂર્ણ પ્રતિબંધ સ્ત્રીઓના કપડાંને (Womens clothing) લગતો છે. અહીં મહિલાઓ એવા કપડાં નથી પહેરી શકતી જે બોડીને એક્સપોઝ (revealing clothes) કરતા હોય. આવા કપડાં પહેરવા પર જેલ જવાનો પણ નિયમ છે.

Join Our WhatsApp Community

કતારની મહિલાઓ સામાન્ય રીતે ‘અબાયા’ પહેરીને જ બહાર જાય છે. જો કે વિદેશની મહિલા ચાહકોએ આ પહેરવું જરૂરી નથી, પરંતુ તેમણે ખભાથી ઘૂંટણ સુધી શરીરને સંપૂર્ણપણે ઢાંકીને રાખવું પડશે. કતારમાં આવનારી મહિલાઓએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેમણે કોઈપણ પ્રકારના ફીટ કપડા ન પહેરવા જોઈએ. બાય ધ વે, માત્ર મહિલાઓ જ નહીં, પુરૂષોએ પણ જાહેર સ્થળોએ ખભાથી ઘૂંટણ સુધી પોતાનું શરીર ઢાંકવું પડે છે.

આ સમાચાર પણ વાંચો: કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..  

એવી આશા હતી કે ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારના નિયમોમાં થોડી નરમાઈ આવશે, પરંતુ એવું થયું નથી. કતારમાં જો મુલાકાતીઓ પહેરવેશ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે તો તેમને જેલ મોકલી શકાય છે. કતાર ફિફા વર્લ્ડ કપના ચીફ ટેક્નોલોજી ઓફિસર નિયાઝ અબ્દુલરહીમાનની એક ટિપ્પણીએ આ ડરને વધુ વધાર્યો છે.

નિયાઝે કહ્યું, ‘સ્ટેડિયમની દરેક સીટનો સ્પષ્ટ દૃશ્ય જોવા માટે અમારી પાસે હાઈ રિઝોલ્યુશન કેમેરા છે. પ્રેક્ષકોની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરવામાં આવશે. જો કંઈ થશે તો મેચ પછીના આ રેકોર્ડિંગનો તપાસ દરમિયાન ઉપયોગ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  બાઇક માટે ABS કેટલું મહત્વનું ? જાણો આ લાઈફ સેવિંગ ફીચર કેવી રીતે કરે છે કામ ?

Abhishek Sharma: ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ અભિષેક શર્માને ભેટમાં મળી અધધ આટલી મોંઘી કાર, કિંમત જાણીને તમારા ઊડી જશે હોશ
Suryakumar Yadav: દેશનો નેતા પોતે જ ફ્રન્ટ ફૂટ પર રમે છે, PM મોદી ના વખાણ માં સૂર્યકુમાર યાદવ એ કહી આવી વાત
Mohsin Naqvi: ટ્રોફી ઉઠાવી હોટલ માં શું લઇ ગયા મોહસિન નકવી કે સોશિયલ મીડિયા પર છૂટી મીમ્સની મિસાઇલ
Jasprit Bumrah: જસપ્રીત બુમરાહના પ્લેન સેલિબ્રેશન પર કિરેન રિજિજુ એ આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version