ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને પ્રથમ ટેસ્ટ મેચ માટે ટિકિટ ન વેચવાનો નિર્ણય લીધો છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે.
અગાઉ આફ્રિકન સરકાર છેલ્લા દિવસોમાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરતા 2000 લોકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી હતી.