ક્રિકેટ જગત ને સ્તબ્ધ કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મહાન બોલર અને સ્પીનના બેતાજ બાદશાહ shane warne નું નિધન થયું છે. મીડિયામાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ શનિવારે તેને થાઈલેન્ડમાં હાર્ટ અટેક આવ્યો. શેન વોર્નના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.
જોકે મીડિયામાં આ હાર્ટ અટેક સંદર્ભે શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તેણે પોતાના ક્રિકેટ જીવનમાં કુલ ૭૦૮ વિકેટ લીધી છે. તેમજ ભલભલા ક્રિકેટરો તેની બોલિંગ સામે ધરાશાયી થયા છે.
આ સમાચાર વાયુવેગે ફેલાતા સનસનાટી મચી જવા પામી છે.
