Site icon

રાજસ્થાનની ટીમને મોટો ઝટકો, એકસાથે આ ત્રણ મોટા ખેલાડીઓ થયા ટિમમાંથી બહાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

21 સપ્ટેમ્બર 2020

કોરોના મહામારીના ભય વચ્ચે આઇપીએલ સીઝન 13 ની શરૂઆત થઇ ચૂકી છે,  ત્યારે રાજસ્થાન રોયલ્સની ટીમને સતત ઝટકા લાગી રહ્યા છે, રિપોર્ટ પ્રમાણે ત્રણ મોટા ખેલાડીઓ ટીમમાંથી બહાર થઈ ગયા છે, જેમાં કેપ્ટન સ્ટીવ સ્મિથ, ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ અને વિકેટકીપર જૉસ બટલરનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત છે કે આ ત્રણેય મેચ વિનર ખેલાડીઓ છે, અને રાજસ્થાનની પહેલી મેચ 22 સપ્ટેમ્બરે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમાવવાની છે.

રાજસ્થાન રૉયલ્સના સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક વીડિયો પૉસ્ટ કર્યો. વીડિયોમાં બટલરે કહ્યું છે કે, હું ક્વૉરન્ટાઇનમાં છુ, કમનસીબે હુ રાજસ્થાન માટે મેચ રમી શકીશ નહીં. હું મારા પરિવાર સાથે છું, આ આનંદની વાત છે કે રૉયલ્સે મારા પરિવારને અહીં લાવવા દીધો છે, આ મોટી મદદ છે.’ ત્યારે બીજી તરફ રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન માન્ચેસ્ટરમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. જેના કારણે તે આઇપીએલની શરૂઆતી મેચો રમી શકશે નહી.

ઉલ્લેખનીય છે કે ટીમમાં અગાઉથી જ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ખોટ છે, જે હાલમાં પોતાના બીમાર પિતાની સંભાળ લેવા ન્યૂઝીલેન્ડમાં છે. તે ટીમમાં ક્યારે જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.

Exit mobile version