ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
કોરોના વાયરસ વચ્ચે થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) માટે એક અન્ય ખરાબ સમાચાર છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ના બેટ્સમેન સુરેશ રૈના 'અંગત કારણોસર' યુએઇથી પરત ફર્યા છે અને તે સંપૂર્ણ આઈપીએલ સીઝન રમશે નહી. ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજેન્ટે આ માહિતી ટ્વિટર પર ટ્વિટ કરીને આપી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘સુરેશ રૈના અંગત કારણોસર ભારત પરત આવ્યો છે. આ આઇપીએલ સિઝનમાં રમી શકશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સમયે સુરેશ અને તેના પરિવારને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલ માટે દુબઈ રવાના થતાં અગાઉ સુરૈશ રૈનાએ ચેન્નાઈ ખાતે ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હતો અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. નોંધપાત્ર વાત છે કે સુરેશ રૈનાએ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. 15મી ઓગસ્ટે ધોનીની સાથે તેણે પણ આ નિર્ણય લીધો હતો. જોકે તેણે જાહેર કર્યું હતું કે તે આઇપીએલમાં રમવાનું જારી રાખશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com