Site icon News Continuous Bureau | Mumbai

સીએસકે ટીમને લાગ્યો મોટો ઝટકો, દુબઈથી પરત ફર્યો સુરેશ રૈના, નહીં રમે IPL…જાણો વિગતે..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ 

Join Our WhatsApp Channel

29 ઓગસ્ટ 2020 

કોરોના વાયરસ વચ્ચે થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) માટે એક અન્ય ખરાબ સમાચાર છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ના બેટ્સમેન સુરેશ રૈના 'અંગત કારણોસર'  યુએઇથી પરત ફર્યા છે અને તે સંપૂર્ણ આઈપીએલ સીઝન રમશે નહી. ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજેન્ટે આ માહિતી ટ્વિટર પર ટ્વિટ કરીને આપી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘સુરેશ રૈના અંગત કારણોસર ભારત પરત આવ્યો છે. આ આઇપીએલ સિઝનમાં રમી શકશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સમયે સુરેશ અને તેના પરિવારને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. 

ઉલ્લેખનીય છે કે આઇપીએલ માટે દુબઈ રવાના થતાં અગાઉ સુરૈશ રૈનાએ ચેન્નાઈ ખાતે ટ્રેનિંગમાં પણ ભાગ લીધો હતો અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. નોંધપાત્ર વાત છે કે સુરેશ રૈનાએ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. 15મી ઓગસ્ટે ધોનીની સાથે તેણે પણ આ નિર્ણય લીધો હતો. જોકે તેણે જાહેર કર્યું હતું કે તે આઇપીએલમાં રમવાનું જારી રાખશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
Exit mobile version