News Continuous Bureau | Mumbai
જેમ જેમ દેશમાં મોટા તહેવારો(Festival)ની ઉજવણી થતી હોય છે, તે દરમિયાન એકટર, ખેલાડીઓ(Players), નેતાઓ વગેરે પણ તેની અંદર જોડાતા હોય છે. તેમજ હાલમાં નવરાત્રિની ઉજવણી દેશમાં તેમજ વિદેશોમાં પણ કરવામાં આવી રહી છે. તે દરમિયાન ક્રિકેટરોએ પણ ખાસ પોષાક પહેરીને રાજસ્થાન(Rajasthan)માં ગરબાની રમઝટ બોલાવી છે.
The Universe Boss @henrygayle dancing on the dhol beats to celebrate Navratri! @llct20 @AdaniSportsline #GarjegaGujarat #LLCT20 #BossLogonKaGame #LegendsLeagueCricket #Adani #cricketlovers #cricketfans #indiancricket #cricketfever #cricketlife #T20 #BCCI #cricket pic.twitter.com/Cv3GbcZlE6
— Gujarat Giants (@GujaratGiants) October 2, 2022
અદાણી સ્પોર્ટલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ માટે જોધપુરમાં છે. લીજેન્ડ્સ લીગ ક્રિકેટ રમવા પહોંચેલ ગુજરાત જાયન્ટ્સની ટીમે નવરાત્રીની ઉજવણી કરી. સામાન્ય રીતે મેદાન પર ક્રિકેટિંગ ગિયર્સમાં જોવા મળતા ક્રિકેટરોએ પરંપરાગત પોશાકમાં ગરબા કરીને ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન અને યુનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેલે જોરદાર ડાન્સ કર્યો છે. ક્રિસ ગેલના આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : એક તરફ 19 કરોડ લોકો ભૂખ્યા સુવે છે બીજી તરફ ભારતીયો વિશ્વમાં સૌથી વધુ ખોરાક બગાડે છે- ચોંકાવનારી વિગતો સામે આવી