ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત સ્કોરર એવા દીનાર ગુપ્તેનું કોરોનાને કારણે નિધન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સંદર્ભે ની માહિતી આપવામાં આવી હતી. તેઓ ૭૬ વર્ષના હતા. મૂળભૂત રીતે તેઓ વડોદરાના નિવાસી હતા. દીનાર ભારત દેશના એક પ્રતિષ્ઠિત સ્કોરર હતા અને તેઓ ગત ૧૫ વર્ષ સુધી બીસીસીઆઈના ઓફિશિયલ સ્કોરર રહ્યા. ક્રિકેટ સંદર્ભેનું એનાલિસિસ ઘણું જ સચોટ હતું.
દીનાર ની વિદાય સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતનામ એવા એક સ્કોરર સમાપ્ત થયા.
