Site icon

 T20 World Cup: જીત બાદ લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ બેઠો રહ્યો આ ખેલાડી, તસવીર વાયરલ થતા આપ્યો આ જવાબ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ICC T20 વર્લ્ડકપનાં ઈતિહાસમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી છે. કેન વિલિયમસનની કેપ્ટનશિપ હેઠળ, કિવી ટીમે બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું અને ફાઈનલ માટે ટિકિટ બુક કરી હતી. ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જીમી નીશમેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

ગઈકાલે (ગુરુવારે) અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. કિવી ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશી છે. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો હતો જીમી નીશમ. નીશમે 11 બોલમાં 3 સિક્સરની મદદથી 27 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવી હતી.  જોકે મેચ દરમિયાન નીશમની પ્રતિક્રિયા જોવા જેવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ જીતવાની સાથે જ તેના તમામ ખેલાડીઓ ઉજવણીમાં ડૂબી ગયા હતા પરંતુ તે  લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ પોતાની ખુરશી પર બેઠો રહ્યો.

ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં, 24 કલાકમાં આટલા આતંકીઓને માર્યા ઠાર; જાણો વિગતે 

ન્યૂઝીલેન્ડનાં ખેલાડીઓ  જયારે જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે નીશમ તેની જગ્યાએથી સહેજ પણ ખસ્યો નહીં. પેડ બાંધીને પગ લંબાવીને તે એ જ સ્થિતિમાં બેસી રહ્યો. તેના ચહેરા પર પણ કોઈ હાવભાવ ન હતા. જીમી નીશમ એકમાત્ર એવો ખેલાડી બન્યો જેણે ક્રિસ જોર્ડનની 1 ઓવરમાં 23 રન બનાવીને રમતને ફેરવી નાખી હતી. પરંતુ મેચ વિનિંગ ઇનિંગ્સ રમનાર જીમી નીશમ ચૂપ રહ્યો તે જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. તે જરા પણ ખુશ દેખાઇ રહ્યો નથી. તે શાંત પણ એવી રીતે બેઠો હતો કે જાણે કિવી ટીમ મેચ હારી ગઈ હોય. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

પંગા કવિન કંગનાની મુશ્કેલીઓ વધી; આઝાદી ભીખમાં મળી છે તેવા નિવેદન પર ભડક્યા નવાબ મલિક, કરી આ માંગણી 

વાયરલ થઇ રહેલી આ તસ્વીર પર હવે તેણે ટ્વિટર પર પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો અને કહ્યું કે, તેની આંખો સામે શું હતું. નીશમે ટ્વીટ કર્યું, “કામ પૂરું થઈ ગયું છે? મને એવું નથી લાગતું.” આ ટ્વીટનો સ્પષ્ટ અર્થ છે કે, નીશમ ની નજર હવે ફાઈનલ જીતીને વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડવા પર છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અથવા પાકિસ્તાન સાથે થશે. આ બંને ટીમો આજે બીજી સેમિફાઇનલ મેચ રમશે.

ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડે પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. જો કે અગાઉ તે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂકી છે. કિવી ટીમે 2015 અને 2019માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ જીત હાંસલ કરી શકી ન હતી.

Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી
Exit mobile version