Site icon News Continuous Bureau | Mumbai

Cricketer Car Accident: રિષભ પંત પછી વધુ એક પ્રખ્યાત ભારતીય ક્રિકેટરની કારનો થયો ભયાનક અકસ્માત, ક્રિકેટર સાથે તેનો પુત્ર પણ હતો.

Cricketer Car Accident: રિષભ પંત બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટરનો અકસ્માત થયો છે. આ ક્રિકેટરે ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ, 68 ODI અને 10 T-20 મેચ રમી છે. સ્વિંગ બોલિંગ તેની ખાસિયત છે.

Cricketer Car Accident

News Continuous Bureau | Mumbai

Cricketer Car Accident: ગયા વર્ષના અંતમાં ઋષભ પંત (Rishabh Pant) ની કારનો ભયંકર અકસ્માત થયો હતો. ઋષભ તેની માતાને તેના ઘરે મળવા માટે દિલ્હીથી દેહરાદૂન જઈ રહ્યો હતો. ત્યારે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઋષભ પંત કાર અકસ્માતમાં બચવા માટે નસીબદાર ઠર્યો હતો. રિષભ પંત છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઋષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે? તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

Join Our WhatsApp Channel

કારમાં ક્રિકેટરની સાથે તેનો પુત્ર પણ હતો

હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા વધુ એક ક્રિકેટરની કારનો ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માત મંગળવારે થયો હતો. અકસ્માત સમયે કારમાં ક્રિકેટર સાથે તેનો પુત્ર પણ હતો. ભારતીય બોલિંગ આક્રમણના ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર (Indian Fast Bowler Praveen Kumar) નો મંગળવારે અકસ્માત થયો હતો. આ સમયે પ્રવીણ કુમારનો પુત્ર પણ કારમાં હતો.

તમારી તબિયત કેવી છે

પ્રવીણ કુમાર પાંડવ નગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એક કેન્ટરે તેની કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રવીણ કુમારની કારને ભારે નુકસાન થયું હતું. પરંતુ સદનસીબે પ્રવીણકુમાર અને તેમનો પુત્ર બચી ગયા હતા. બંનેને ગંભીર ઈજા થઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો: Maruti Invicto:મારુતિની સૌથી મોંઘી આ કાર ભારતમાં થઈ લોન્ચ, કિંમત છે અધધ 24.79 લાખ, જાણો ફીચર્સ..

પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો

પ્રવીણ કુમારની કાર જે કેન્ટર સાથે અથડાઈ હતી તેના કાર ચાલકની પોલીસે ઘટનાસ્થળેથી અટકાયત કરી છે. ક્રિકેટર પ્રવીણ કુમાર મેરઠના મુલતાનમાં રહે છે. રાત્રે પ્રવીણ કુમારની કાર પાંડવ નગર પાસેથી પસાર થઈ રહી હતી. તે જ સમયે તેમની લેન્ડ રોવર કારે (Land Rover Car) કેન્ટર (Cantor) ને ટક્કર મારી હતી. સિવિલ લાઇન કમિશનરેટ ચોક ખાતે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસને અકસ્માતની માહિતી મળતા જ તેઓ તુરંત ત્યાં પહોંચી ગયા હતા. કેન્ટર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયા માટે રમતી વખતે કેટલી વિકેટ લીધી?

પ્રવીણ કુમાર હાલમાં ભારતીય ટીમનો ભાગ નથી. તેના દમ પર ટીમ ઈન્ડિયાએ ઘણી મેચો જીતી છે. પ્રવીણ કુમારે ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ, 68 ODI અને 10 T20 મેચ રમી છે. પ્રવીણ કુમારે 68 ODI મેચમાં 77 વિકેટ લીધી હતી. 10 T20 મેચમાં 8 વિકેટ અને 6 ટેસ્ટ મેચમાં 27 વિકેટ લીધી હતી. પ્રવીણ કુમારે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 2007માં રમી હતી. પ્રવીણ કુમારે માર્ચ 2012 પછી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તે છેલ્લે 2017માં આઈપીએલ (IPL) માં પણ રમ્યો હતો.

Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
Exit mobile version