Site icon

ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટર મનમાની, કારણ જણાવ્યા વગર રણજી ટ્રોફી સ્પર્ધા અધવચ્ચે છોડી દીધી..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

બુધવાર,

કટક ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી સ્પર્ધાની બાકીની મેચો છોડી અધવચ્ચે ઓલ-રાઉન્ડર કૃણાલ પંડ્યા ટીમ મેનેજરને જાણ કરી જતો રહેતાં બીસીએ સત્તાધીશોમાં ભારે હલચલ મચી ગઇ છે.

બીસીએનાં સૂત્રોના જણાવ્યા મુજબ બંગાળ સામેની રણજી મેચ પૂરી થઇ હતી, જેમાં વડોદરા ટીમનો પરાજય થયો હતો. આ મેચમાં કૃણાલ પંડ્યાને બીજા દાવમાં એક ઓવર નાખવા મળી હતી. મેચ પૂરી થયા બાદ બરોડા ટીમના મેનેજરને કૃણાલ પંડ્યાએ કહ્યું હતું કે, હવે બાકીની ૨ મેચો માટે હું ઉપલબ્ધ નથી. જેથી ટીમ મેનેજરે બીસીએના સત્તાધીશોને આ અંગેની જાણ ઇ-મેલ દ્વારા કરી હતી.

નાની ઉંમરે મોટી સિદ્ધિ! 16 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રાગનનંદાએ ચેસ જગતને કરી દીધું સ્તબ્ધ, આ વર્લ્ડ નંબર વન પ્લેયરને કર્યો ચેકમેટ

બીસીએના સેક્રેટરી અજિત લેલેએ જણાવ્યું હતું કે, ટીમ મેનેજરનો ઇ-મેલ મળ્યો છે, પણ કૃણાલે બંને મેચો માટે કેમ ઉપલબ્ધ નથી તેનું કારણ જણાવ્યું નથી. બીસીએના એક ટોચના હોદ્દેદારે જણાવ્યું હતું કે, આ શિસ્તભંગ છે અને આવા કિસ્સામાં પગલાં જરૂરી છે. બીસીએની હાલત એવી છે કે કોઈ ખેલાડીને મોકલે તો તેને ૫ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે. આ સંજાેગોમાં તેણે ૨ મેચ રમવી નહોતી તો પહેલેથી કહેવું જોઈતું હતું.

Ranji Trophy: જમ્મુ-કાશ્મીરનો રણજી ટ્રોફીમાં સુવર્ણ ઇતિહાસ: પ્રથમવાર ફાઈનલમાં પ્રવેશ, આકિબ નબી અને અબ્દુલ સમદનો જાદુ!
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર: ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયાની શરમજનક હાર, ૨૩ રને હરાવી રચ્યો ઇતિહાસ!
T20 World Cup: T20 વર્લ્ડ કપમાં વિવાદ, “ભારતને બે વાર પ્રેક્ટિસ અને અમને એકપણ નહીં?” નામીબિયાના કપ્તાન ઇરાસ્મસે ઉઠાવ્યા ગંભીર સવાલ.
T20 World Cup 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શ્વાસ અધ્ધર કરી દેતી મેચ; ડબલ સુપર ઓવરે નક્કી કર્યો વિજેતા, દક્ષિણ આફ્રિકાનો રોમાંચક વિજય.
Exit mobile version