News Continuous Bureau | Mumbai
Cristiano Ronaldo : વિશ્વના સ્ટાર ફૂટબોલરોની યાદીમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ ફૂટબોલરે પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે અને પ્રથમ 90 મિનિટમાં જ તેની ચેનલને 10 લાખથી વધુ યુઝર્સ સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે. રોનાલ્ડો, પાંચ વખતનો બેલોન ડી’ એવોર્ડ વિજેતા, સાઉદી અરેબિયન ક્લબ અલ નાસર માટે રમે છે અને બે દાયકા કરતાં વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
Cristiano Ronaldo 10 લાખથી વધુ સબસ્ક્રાઈબર મળ્યા
રોનાલ્ડોએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, પ્રતીક્ષા પૂરી થઈ. મારી @YouTube ચેનલ આખરે અહીં છે! સબ્સ્ક્રાઇબ કરો અને મારી સાથે આ નવી સફર પર આવો. તેનો પહેલો વિડિયો પોસ્ટ કર્યાના કલાકોમાં, 1.69 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ નવી લૉન્ચ થયેલી ચેનલ સાથે જોડાયા. આજ સુધી કોઈને 90 મિનિટમાં 10 લાખથી વધુ સબસ્ક્રાઈબર નથી મળ્યા. આ એક રેકોર્ડ છે.
Cristiano Ronaldo વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી
તમને જણાવી દઈએ કે રોનાલ્ડોના X (Twitter) પ્લેટફોર્મ પર 112.5 મિલિયન ફોલોઅર્સ, ફેસબુક પર 170 મિલિયન ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 636 મિલિયન ફોલોઅર્સ છે. ફોર્બ્સ અનુસાર, રોનાલ્ડોની કુલ સંપત્તિ 260 મિલિયન ડોલર છે. તે વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. તે $1 બિલિયનથી વધુ કમાનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી પણ છે.
આ સમાચાર પણ વાંચોઃ TVS Jupiter 110: TVS જ્યુપિટર’ ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ, હોન્ડા એક્ટિવાને ટક્કર આપશે; જાણો ફીચર્સ અને કિંમત..
Cristiano Ronaldo રોનાલ્ડોનો પોતાનો મોટો બિઝનેસ પણ છે
એન્ડોર્સમેન્ટ અને રમવા સિવાય, રોનાલ્ડોનો પોતાનો મોટો બિઝનેસ પણ છે જેમાં ફેશન લાઈફસ્ટાઈલ સિવાય તે CR7ના નામે હોટેલ ચેઈન ચલાવે છે. તેની હોટેલ મડેરામાં તેનું પોતાનું મ્યુઝિયમ પણ છે જેમાંથી તે ઘણી કમાણી કરે છે. આ સિવાય તે સોશિયલ મીડિયાથી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી પણ છે.