News Continuous Bureau | Mumbai
ઇન્ડિયન પ્રિમીયર લીગ ૨૦૨૨ પહેલા અલગ-અલગ ટીમોની નવી જર્સી જોવા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સની નવી જર્સી પરથી પડદો ઉઠ્યો છે. નવી જર્સીમાં લાલ અને વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ટાઈગરનો લોગો મધ્યમાં રાખવામાં આવ્યો છે. છેલ્લી ચાર સિઝનમાં ટીમની જર્સી વાદળી હતી. તો વળી આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની નવી જર્સીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. મુંબઈની જર્સી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર હેન્ડલ પરથી હજુ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આગામી ૨૬ માર્ચથી આઈપીએલ ૨૦૨૨ શરૂ થનાર છે.
દિલ્હી કેપિટલ્સે નવી જર્સી વિશે જણાવ્યું કે લાલ રંગ ટીમના મેદાન પર હિંમત દર્શાવે છે, જ્યારે વાદળી રંગ સંતુલન અને સંયમનું પ્રતીક છે. ટાઈગરનો લોગો પહેલા કરતા વધારે ઉંચો કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝી વતી, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કેટલાક પસંદગીના ડીસી ચાહકોને નવી જર્સી આપવામાં આવશે. આઇપીએલ ૨૦૨૨માં દિલ્હીનું અભિયાન ૨૭ માર્ચથી શરૂ થશે. તેની પ્રથમ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે છે.
આ સમાચાર પણ વાંચો : મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ. આ બે ખેલાડીઓએ વર્લ્ડ કપમાં બનાવ્યો સદીનો રેકોર્ડ ; જાણો કોણ છે એ ખેલાડીઓ
ટીમના કાર્યકારી સીઈઓ વિનોદ બિષ્ટે કહ્યું કે આ આઈપીએલના નવી સિઝનની શરૂઆત છે. આવી સ્થિતિમાં અમે અમારા ખેલાડીઓને નવી જર્સીમાં જાેવા માટે ઉત્સુક છીએ. આ દરમિયાન પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની નવી જર્સીની તસવીરો પણ સામે આવી છે. જોકે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફેન પેજ પર નવી જર્સીના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે. જો આ જર્સી રહી જાય તો મુંબઈમાં બહુ બદલાવ આવ્યો નથી. તેને હમણાં જ એક નવા સ્પોન્સર મળ્યો છે. સાથે જ ફ્રન્ટ સાઇડમાં ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બાકીની જર્સીનો રંગ પહેલાની જેમ ઘેરો વાદળી છે