Site icon News Continuous Bureau | Mumbai

IPL 2022 શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર, બંને ટીમો આ નવા રંગની જર્સીમાં જોવા મળશે; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ઇન્ડિયન પ્રિમીયર લીગ ૨૦૨૨ પહેલા અલગ-અલગ ટીમોની નવી જર્સી જોવા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સની નવી જર્સી પરથી પડદો ઉઠ્‌યો છે. નવી જર્સીમાં લાલ અને વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ટાઈગરનો લોગો મધ્યમાં રાખવામાં આવ્યો છે. છેલ્લી ચાર સિઝનમાં ટીમની જર્સી વાદળી હતી. તો વળી આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની નવી જર્સીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. મુંબઈની જર્સી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર હેન્ડલ પરથી હજુ સુધી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આગામી ૨૬ માર્ચથી આઈપીએલ ૨૦૨૨ શરૂ થનાર છે. 

Join Our WhatsApp Channel

દિલ્હી કેપિટલ્સે નવી જર્સી વિશે જણાવ્યું કે લાલ રંગ ટીમના મેદાન પર હિંમત દર્શાવે છે, જ્યારે વાદળી રંગ સંતુલન અને સંયમનું પ્રતીક છે. ટાઈગરનો લોગો પહેલા કરતા વધારે ઉંચો કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝી વતી, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કેટલાક પસંદગીના ડીસી ચાહકોને નવી જર્સી આપવામાં આવશે. આઇપીએલ ૨૦૨૨માં દિલ્હીનું અભિયાન ૨૭ માર્ચથી શરૂ થશે. તેની પ્રથમ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે છે.

આ સમાચાર પણ વાંચો :  મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ. આ બે ખેલાડીઓએ વર્લ્ડ કપમાં બનાવ્યો સદીનો રેકોર્ડ ; જાણો કોણ છે એ ખેલાડીઓ

ટીમના કાર્યકારી સીઈઓ વિનોદ બિષ્ટે કહ્યું કે આ આઈપીએલના નવી સિઝનની શરૂઆત છે. આવી સ્થિતિમાં અમે અમારા ખેલાડીઓને નવી જર્સીમાં જાેવા માટે ઉત્સુક છીએ. આ દરમિયાન પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની નવી જર્સીની તસવીરો પણ સામે આવી છે. જોકે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફેન પેજ પર નવી જર્સીના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે. જો આ જર્સી રહી જાય તો મુંબઈમાં બહુ બદલાવ આવ્યો નથી. તેને હમણાં જ એક નવા સ્પોન્સર મળ્યો છે. સાથે જ ફ્રન્ટ સાઇડમાં ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બાકીની જર્સીનો રંગ પહેલાની જેમ ઘેરો વાદળી છે 

India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Exit mobile version