Site icon News Continuous Bureau | Mumbai

અનુષ્કાથી પણ સુંદર છે વિરાટની એક્સ ગર્લ ફ્રેન્ડ, આ કારણથી થયું હતું તેમનું બ્રેક-અપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માની ગણના બેસ્ટ કપલમાં થાય છે, પણ શું તમે જાણો છો,  વિરાટની એક્સ ગર્લ ફ્રેન્ડ અનુષ્કા કરતાં પણ વધુ સુંદર છે?

વિરાટની એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઇઝાબેલ લેટે છે. બ્રાઝિલિયન મૉડલે અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.  બંને વચ્ચે 2012-2014 સુધી અફેર રહ્યું હતું. બે વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ બંનેના સંબંધો પર પણ પૂર્ણવિરામ લાગી ગયું હતું.

વિરાટ કોહલી અને ઇઝાબેલે 2013માં તેમના સંબંધનો ખુલાસો જાહેરમાં કર્યો હતો. જોકે આગળ જતાં બંને અલગ થઈ ગયાં હતાં. વિરાટે એક ઇન્ટરવ્યૂમાં તેમના બ્રેક-અપ માટે ખુલાસો કર્યો હતો. એ મુજબ બંનેએ મ્યુચ્યઅલ અન્ડરસ્ટૅન્ડિંગ સાથે એકબીજાથી દૂર થવાનો નિર્ણય લીધો હતો.

 મૉડલિંગની દુનિયામાં જાણીતું નામ ગણાતી ઇઝાબેલે અનેક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2012 તેણે તલાશ : આન્સર લાઇન વિધિનઇનથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

ઇઝાબેલ સાથેના બ્રેક-અપ બાદ વિરાટ અનુષ્કા શર્માને ડેટ કરતો હતો. બંને 2018ની સાલમાં લગ્નની ગાંઠે બંધાયાં હતાં. 2021માં તેમને પુત્રી થઈ હતી, જેનું નામ વામિકા છે.

South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
India vs Pakistan Hockey World Cup સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે અગ્નિપરીક્ષા હોકી વર્લ્ડ કપમાં ભારતપાકિસ્તાન વચ્ચે ‘કરો યા મરો’ જંગ
National Sports Awards 2025 યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી
Exit mobile version