News Continuous Bureau | Mumbai
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રોમાંચક વિજય મેળવ્યો છે. આ મેચ ચેક છેલ્લા બોલ સુધી ખેંચાઈ હતી જેમાં ભારતે દિલ ધડક વિજય મેળવ્યો. અને આ વિજયની સાથે જ મુંબઈ શહેરમાં ઠેરઠેર ફટાકડાઓ ફૂટવા માંડ્યા.
પાકિસ્તાનના ૧૫૯ રન ના લક્ષનો પીછો કરતા વિરાટ કોહલીએ ધમાકેદાર બેટિંગ કરી. પરંતુ મેચ છેલ્લી ઓવર સુધી પાકિસ્તાનના પક્ષમાં હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાને જોરદાર ધબડકો વાળ્યો. બે વાઇડ અને નોબોલ ફેંક્યા. પરિણામ સ્વરૂપ ભારતને જે લક્ષની જરૂર હતી તે હાંસલ થઈ ગયું.
આની સાથે જ દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડ્યા ખાસ કરીને મુંબઈમાં પાકિસ્તાન પર જે વિજય હાંસલ થયો છે તેને સેલિબ્રેટ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડ્યા હતા.
