Site icon News Continuous Bureau | Mumbai

વિરુષ્કાના ઘરે આવશે નાનકડું મહેમાન, વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આપી ‘ગુડ ન્યુઝ’

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

27 ઓગસ્ટ 2020

લોકડાઉન દરમિયાન ઘણાં ખેલાડીઓએ પોતાના ફેન્સને ચોંકાવ્યા છે. હવે આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ લોકડાઉન દરમિયાન પોતાના ફેન્સને સારા સમાચાર આપ્યા છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પિતા બનવાની ખુશ ખબરી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેણે પોતાની એક્ટર પત્ની અનુષ્કા શર્મા સાથેની તસવીર શેર કરી છે અને જણાવ્યું કે જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનકડું મહેમાન આવશે. આ તસવીરમાં અનુષ્કાનું બેબી બંપ પણ દેખાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવુડમાં પાવર કપલમાં શામેલ છે. બંને સ્ટાર્સ પોત પોતાની ફિલ્ડમાં શ્રેષ્ઠ કામ કરવાને કારણે ચર્ચામાં રહે છે. આ કપલના લગ્ન વર્ષ 2017માં ઈટાલીના શહેર ફ્લોરેન્સમાં એક ખુબસુરત ખાનગી સમારોહમાં થયા હતાં. હવે 3 વર્ષ બાદ તેમના ઘરે નાનકડાં મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે. અનુષ્કાની પ્રેગનન્સીની ખબર મળતા જ વિરાટ અને તેના ફેન્સ તથા નીકટના લોકો વિરુષ્કાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. હાલમાં જ ભારતીય ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા પિતા બન્યો હતો અને હવે કેપ્ટન કોહલીનો વારો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version