Site icon

IPLના મીડિયા રાઇટ્સ ખરીદવાની રેસમાં હવે સર્ચ એન્જિન Google જોડાયું, આ કંપનીઓએ પણ પોતાનો દાવો કર્યો; જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સર્ચ એન્જિન ગૂગલે (Google) આઇપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રસારણ અધિકારો ખરીદવામાં રસ દાખવ્યો છે. IPLની આ સિઝન પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પ્રસારણ અધિકારોની હરાજી કરશે. એમેઝોન(Amazon) અને ડિઝની(Disney) બાદ હવે ગૂગલ પણ આ રેસમાં જોડાઈ ગયું છે. કુલ મળીને અડધો ડઝન કંપનીઓએ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજો મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે IPL એ વિશ્વની ત્રીજી સૌથી વધુ જોવાયેલી રમતોત્સવ છે. BCCI આ વર્ષે 2023 થી 2027 સુધીના IPLના પ્રસારણ અધિકારોની હરાજી કરશે. હાલમાં આઈપીએલના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે.

મીડિયા અહેવાલ મુજબ, "અમેરિકન ટેક કંપની(American tech company) આલ્ફાબેટ ઇન્ક.(Alphabet Ink) એ બીસીસીઆઈ પાસેથી પ્રસારણ અધિકારો સંબંધિત બિડિંગ દસ્તાવેજાે ખરીદ્યા છે. આ યુએસ કંપની પાસે એક વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ યુટ્યુબ પણ છે. જાેકે કંપનીએ બ્રોડકાસ્ટિંગ રાઈટ્‌સ ખરીદવા માટે પોતાનું નામ જાહેર કર્યું નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટેલિવિઝન ચેનલ જૂથ સુપર સ્પોર્ટ્‌સે પણ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજાે ખરીદ્યા છે.  બીસીસીઆઈ પાસેથી દસ્તાવેજો ખરીદવાનો અર્થ એ નથી કે કંપનીઓ બિડ કરવા માટે બંધાયેલી છે. તેઓ કોઈપણ સમયે નાપસંદ કરી શકે છે અથવા હરાજી સંપૂર્ણપણે છોડી શકે છે. Amazon.com Inc. ધ વોલ્ટ ડિઝની કંપની(the walt disney company), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(reliance industry Ltd), સોની ગ્રુપ કોર્પ(Sony group)., Desi Zee Entertainment Enterprises Ltd. અને fantasy-sports platform Dream11 પણ IPL મીડિયા અધિકારો ખરીદવાની રેસમાં છે. 

આ સમાચાર પણ વાંચો:  ક્રિસ ગેઈલનું છલકાયું દર્દ, IPLમાં નહીં રમવાનું જણાવ્યું આ કારણ; જાણો વિગતે..

અહીં એ નોંધનીય છે કે IPL દર્શકોની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી લીગ છે. BCCIના ડેટા અનુસાર IPLની છેલ્લી સિઝનમાં 600 મિલિયન (60 કરોડ) દર્શકો જોડાયેલા હતા. IPL ભારતીય મનોરંજન બજારમાં મોટો હિસ્સો ધરાવે છે. એક અનુમાન અનુસાર BCCIને IPLની હરાજીથી લગભગ 32500 કરોડ રૂપિયા મળી શકે છે.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version