Site icon

Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથે કરી સગાઈ? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથે સગાઈ કરી હોવાના અહેવાલ છે. આ સગાઈની પ્રાઇવેટ સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Hardik Pandya શું ખરેખર હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથે કરી સગાઈ

Hardik Pandya શું ખરેખર હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથે કરી સગાઈ

News Continuous Bureau | Mumbai

Hardik Pandya  ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ ફીલ્ડથી દૂર ચાલી રહ્યા છે. હાર્દિક પંડ્યાને ઇન્જરી થઈ છે અને તેના કારણે તે એશિયા કપ 2025 ફાઇનલ પહેલાથી જ મેદાનમાંથી બહાર છે.જોકે, રિપોર્ટ છે કે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં વાપસી કરી શકે છે. પરંતુ તે પહેલાં જ એક ખૂબ મોટી ખબર સામે આવી છે. આ ખબર તેમના પર્સનલ લાઇફ સાથે જોડાયેલી છે.

Join Our WhatsApp Community

હાર્દિક પંડ્યાએ કરી સગાઈ!

ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સંગ સગાઈ કરી લીધી છે. જણાવી દઈએ કે આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક એક પ્રાઇવેટ સેરેમની દરમિયાન માહિકા શર્મા સાથે સગાઈ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા પછી લોકો બંનેને અભિનંદન આપી રહ્યા છે, જ્યારે કેટલાક હાર્દિકની મજાક પણ ઉડાવી રહ્યા છે.જોકે આ અંગે હાર્દિક તરફ થી કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. જેથી આ વિડીયો માં કેટલી સચ્ચાઈ છે તેની પુષ્ટિ અમે નથી કરતા.

ઘણા સમય પહેલાથી કરી રહ્યા છે એકબીજાને ડેટ

જાણકારી અનુસાર હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા વર્ષ 2025ની શરૂઆતથી જ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, ઓફિશિયલી તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ એશિયા કપ 2025 પછી બંને એકસાથે સતત ફરતા જોવા મળી રહ્યા છે અને બંનેએ ઓફિશિયલી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એકબીજાની સાથે હોવાની જાણકારી આપી. બંને અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર એકબીજાની સાથે તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.

આ સમાચાર પણ વાંચો : Gold and Silver Prices: ૧ ડિસેમ્બરના સોના-ચાંદીના નવા ભાવ જાહેર, ખરીદી કરતા પહેલા આજના રેટ ચોક્કસ જાણી લો!

ફેન્સ આપી પ્રતિક્રિયા

હાર્દિક પંડ્યાની સગાઈના વીડિયો અને તસવીરો જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર જાતજાતના મીમ્સ બનાવી રહ્યા છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે અમારા અહીંયા એક પણ લગ્ન નથી થઈ રહ્યા અને હાર્દિક પંડ્યાએ બીજી સગાઈ કરી લીધી. વળી, કેટલાક ફેન્સે કહ્યું કે અમારું એક થી લગ્ન કર્યા વિના મૂવ ઓન નથી થઈ રહ્યું અને અહીંયા હાર્દિકે લગ્ન કર્યા પછી મૂવ ઓન કરી લીધું અને હવે જલ્દી બીજા લગ્ન પણ કરશે.

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version