Site icon

Hockey Asia Cup IND vs PAK: ઊલટા ચોર કોતવાલ કો ડાંટે. આ કારણથી પાકિસ્તાની હોકી ટીમ ભારત નહીં આવે.. તમે જાણીને હસશો…

Hockey Asia Cup IND vs PAK: PHF અધ્યક્ષ તારિક બુગતીનો પત્ર: "સુરક્ષા જોખમોનો સામનો કરવો પડશે," જ્યારે ભારતમાં ક્યારેય વિદેશી ખેલાડીઓની સુરક્ષામાં ચૂક નથી થઈ!

Hockey Asia Cup IND vs PAK Pakistan hockey body unwilling to send team to India for Asia Cup

Hockey Asia Cup IND vs PAK Pakistan hockey body unwilling to send team to India for Asia Cup

  News Continuous Bureau | Mumbai

Hockey Asia Cup IND vs PAK: સામાન્ય રીતે ભારત પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કરતું હોય છે, પરંતુ આ વખતે પાકિસ્તાન હોકી ફેડરેશને સુરક્ષા ચિંતાઓને ટાંકીને ભારતમાં યોજાનાર એશિયા કપ માટે પોતાની ટીમ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. PHF અધ્યક્ષ તારિક બુગતીએ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનને પત્ર લખી આ માહિતી આપી છે. આ નિર્ણય ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

Join Our WhatsApp Community

 Hockey Asia Cup IND vs PAK: પાકિસ્તાન હોકી ફેડરેશનનો આશ્ચર્યજનક નિર્ણય: એશિયા કપ માટે ભારતની યાત્રાનો ઇનકાર, FIH અને AHF પર હવે શું નિર્ણય?

ભારત કોઈ રમતમાં ભાગ લેવા જવા પાકિસ્તાનને ના પાડે તેવું અનેક વખત બન્યું છે, પરંતુ પાકિસ્તાન (Pakistan) કોઈ રમત રમવા માટે ભારત આવવાની ના પાડે તેવું શક્ય છે? જી હા, પાકિસ્તાન હોકી ફેડરેશને (Pakistan Hockey Federation – PHF) રમતના વૈશ્વિક સંચાલક મંડળ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનને (International Hockey Federation – FIH) જાણ કરી છે કે સુરક્ષા ચિંતાઓને (Security Concerns) કારણે આવતા મહિને ભારતમાં (India) યોજાનારા એશિયા કપમાં (Asia Cup) પોતાની ટીમ (Team) નહીં મોકલે! પાકિસ્તાનને ટીમને ભારતમાં સુરક્ષા અંગે જોખમ (Threat to Security) તોળાઈ રહ્યું છે. જો કે, ભારતમાં આજ સુધી એવી કોઈ ઘટના બની નથી, જેમાં કોઈ વિદેશી ખેલાડીઓને (Foreign Players) હેરાન કરવામાં આવ્યાં હોય કે તેમની સુરક્ષામાં (Security) ચૂક જોવા મળી હોય!

 Hockey Asia Cup IND vs PAK: PHF અધ્યક્ષ તારિક બુગતીનો પત્ર અને ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટનું ભવિષ્ય

PHF ના અધ્યક્ષ તારિક બુગતીએ (Tariq Bugti) એશિયાઈ હોકી મહાસંઘને (Asian Hockey Federation – AHF) પત્ર (Letter) લખીને જાણ કરી છે કે, તેઓ પોતાની ટીમને ભારત મોકલી શકશે નહીં! વધુમાં કહ્યું કે, “અમે તેમને જાણ કરી છે કે હાલના સંજોગોમાં જો અમારી ટીમ ભારતમાં રમશે તો સુરક્ષા જોખમોનો સામનો કરવો પડશે.” PHF ના અધ્યક્ષ તારિક બુગતીનું કહેવું એવું છે કે, તેમના દેશના ખેલાડીઓ એશિયા કપ માટે ભારતની યાત્રા (Travel) કરવા નથી માંગતા! પરંતુ પ્રશ્ન એ છે કે, તે મેચ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ (Qualifying Tournament) છે. તેમાં હવે મહાસંઘ શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે!

આ સમાચાર પણ વાંચો : Hockey Asia Cup IND vs PAK: પાકિસ્તાન ફરી ઘૂંટણિયે, એશિયા કપ માટે હોકી ટીમ આવશે ભારત; જાણો ક્રિકેટમાં શું થશે?

 Hockey Asia Cup IND vs PAK: પાકિસ્તાન સરકારનું મૌન અને સુરક્ષા દાવાઓ પર સવાલ

આ ઇવેન્ટ (Event) અને પાકિસ્તાનની મેચો વિશે નિર્ણય લેવાનું FIH અને AHF પર નિર્ભર છે. ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ ભારતમાં યોજાશે કે પછી કોઈ બીજા દેશમાં તે એક મોટો પ્રશ્ન છે. પાકિસ્તાન એશિયાઈ હોકી મહાસંઘને પ્રશ્ન કરે છે કે, તેમના ખેલાડીઓ ભારતમાં સુરક્ષિત રહેશે તેની શું વિશ્વાસ છે? શું ખેલાડીઓ મેચ પર ધ્યાન કેન્દ્રિત (Focus on Match) કરી શકશે? જો કે, મહત્વની વાત એ પણ છે કે, આ સમગ્ર મામલે પાકિસ્તાનની સરકારનું (Government of Pakistan) કોઈ નિવેદન (Statement) નથી આવ્યું. પરંતુ પાકિસ્તાન હોકી ટીમના એક વરિષ્ઠ અધિકારીએ (Senior Official) આ નિર્ણય લીધો છે. હવે પાકિસ્તાનની સરકાર પણ તે નિર્ણયને સમર્થન આપે છે કે કેમ તે નક્કી નથી! આ ઘટના ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય અને રમતગમતના સંબંધોમાં વધુ તણાવ ઊભો કરી શકે છે.

India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version