Site icon News Continuous Bureau | Mumbai

ટોક્યો પેરાલિમ્પિક્સ: બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં, સુહાસ એલ. યથીરાજે આ ખેલાડીને હરાવ્યો. હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શનિવાર

શૂટિંગ અને એથ્લેટિક્સ ઇવેન્ટ બાદ હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

બેડમિન્ટન ખેલાડી સુહાસ યથીરાજે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. 

બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં સુહાસે ઇન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાનને સીધા સેટમાં 2-0થી હરાવ્યો. 

નોઇડાના ડીએમ સુહાસ યતીરાજે સેમિફાઇનલ મેચ માત્ર 30 મિનિટમાં 21-9, 21-15થી જીતી લીધી.

હવે તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે. 

સુહાસ યથીરાજે 2020 માં બ્રાઝિલ ઓપન અને પેરુ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યા અને પછી વર્લ્ડ રેન્કિંગના આધારે પેરાલિમ્પિક ગેમ્સની ટિકિટ મેળવી છે. 

નોંધનીય છે કે, પ્રથમ વખત બેડમિન્ટનની રમતને ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics 2021) માં જ સામેલ કરવામાં આવી છે. 

 

Spain wins Football World Cup after 16 years સ્પેને ૧૬ વર્ષ બાદ જીત્યો ફૂટબોલ વર્લ્ડ કપ, રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક વિજય મેળવીને રચ્યો નવો ઇતિહાસ
PV Sindhu Japan Open Final પીવી સિંધુનો જાપાન ઓપન ફાઈનલમાં પ્રવેશ, ચીનની ચેન યુફેઈને આપી મ્હાત
Novak Djokovic Wimbledon 1035 દિવસ, 11 ગ્રાન્ડ સ્લેમ અને 2 ફાઈનલ, છતાં જોકોવિચની 25મી ટાઈટલની પ્રતીક્ષા યથાવત!
Skydiving at 18,000 feet ઉંમર માત્ર આંકડો છે! ૮૦ વર્ષીય દાદાએ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કરી સ્કાયડાઈવિંગ
Exit mobile version