ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાની આઈસીસી વુમન્સ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદગી થઈ છે.
ICCએ સો.મીડિયા પર એક નિવેદન જાહેર કરીને આ જાહેરાત કરી છે.
સ્મૃતિ મંધાનાની ગણના ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે અને તેણે દર-વર્ષે તેના પ્રદર્શનથી તેનું મહત્વ વધાર્યું છે.
સ્મૃતિએ ગયા વર્ષે રમતના ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી હતી અને તેથી જ આઈસીસીએ તેને રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી માટે પસંદ કરી છે.
સ્મૃતિ પોતાની કરિયરમાં બીજી વખત વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદગી પામી છે.
અગાઉ 2018માં પણ તેને આ સન્માન મળ્યું હતું.