Site icon News Continuous Bureau | Mumbai

ગાળ બોલીને ફસાયો ચેમ્પિયન ટીમનો કેપ્ટન- હવે ટી-20 વર્લ્ડકપની બહાર થવાનો ખતરો

Aaron Finch announces retirement from T20Is, ends Australia career

ભારત સામેની સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા…

News Continuous Bureau | Mumbai

ટી-20 વર્લ્ડકપ(T-20 World Cup) પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ(Australia and England) વચ્ચે સીરિઝ રમાઇ રહી છે. પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન(Captain of Australia) એરોન ફિંચે(Aaron Finch) કઇક એવુ કહી દીધુ જે સ્ટમ્પ માઇક(Stump Mike) પર રેકોર્ડ થઇ ગયુ હતુ. હવે આઇસીસી(ICC) દ્વારા તેની પર દંડ ફટકારવામાં આવ્યો છે અને તેના પર વર્લ્ડકપની(World Cup) બહાર થવાનો ખતરો છે.

Join Our WhatsApp Channel

ઇંગ્લેન્ડ વિરુદ્ધ પર્થમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં અપશબ્દ કહેવાને (Swearing) લઇને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચ પર દંડ ફટકારવામાં આવ્યો છે. એરોન ફિંચને આઇસીસી નિયમના ઉલ્લંઘન(rule violation) કરવાનો દોષી માનવામાં આવ્યો છે. આઇસીસી દ્વારા નિવેદન અનુસાર, ઇંગ્લેન્ડની ઇનિંગની 9મી ઓવરમાં એરોન ફિંચે કઇક એવુ કહ્યુ કે જે સ્ટમ્પ માઇક પર રેકોર્ડ થઇ ગયુ હતુ. આ કારણે એરોન ફિંચને આઇસીસી કોડ ઓફ કંડક્ટ આર્ટિકલ 2.3 ઉલ્લંઘનનો દોષી ગણવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ ગુજરાતી વ્યક્તિ બની શકે છે BCCIના અધ્યક્ષ-અમીત શાહની આંખોના તારા છે- બીસીસીઆઈ ફરી મળી મહત્વની બેઠક

એરોન ફિંચે આ આરોપોને સ્વીકાર કરી લીધા છે અને તેને લઇને તેના અનુશાસન રેકોર્ડમાં એક પોઇન્ટ નોંધાઇ ગયો છે. જો તે આ રીતનું કોઇ કામ કરે છે તો તેની પર એક્શન લેવામાં આવી શકે છે.

મહત્વપૂર્ણ છે કે બે વર્ષમાં એરોન ફિંચ દ્વારા કરવામાં આવેલુ આ પ્રથમ ઓફેન્સ છે પરંતુ હજુ પણ તેની પર ખતરો છે. કારણ કે આઇસીસીના નિયમ અનુસાર જો કોઈ ખેલાડીએ અનુશાસનના રેકોર્ડમાં ચાર પોઇન્ટ કાપી લેવામાં આવે છે તો તે ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે. જો એરોન ફિંચ ફરી આવી ભૂલ કરે છે તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી સીરિઝ અથવા ટી-20 વર્લ્ડકપની પણ બહાર થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં 2 ટી-20 મેચ બાકી છે, ઓસ્ટ્રેલિયા સીરિઝની પ્રથમ મેચ ગુમાવી ચુકી છે. એરોન ફિંચ જ ટીમ ઓસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ 2022 દરમિયાન આગેવાની કરશે. 22 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે.

India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
India Wins Kabaddi Gold Medal ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ ધબકારા થંભાવી દે તેવી ફાઇનલમાં ઈરાનને હરાવી રચ્યો ઈતિહાસ!
Asian Games 2026 એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની શાનદાર સિદ્ધિ અનંત જીત સિંહ નરુકા અને પરિનાઝ ધાલીવાલે મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો!
Asian Games Badminton Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ સેમિફાઇનલમાં ચીન સામે ૩૧ થી સંઘર્ષપૂર્ણ હાર બાદ સંતોષ માનવો પડ્યો!
Exit mobile version