Site icon

ICC World Cup Qualifier : ઝિમ્બાબ્વે માટે 408 રન! ટીમ ઈન્ડિયાનો 9 વર્ષ પહેલાનો રેકોર્ડ તોડ્યો, સીન વિલિયમસનના 174 રન

ICC World Cup Qualifier : ઝિમ્બાબ્વેએ પ્રથમ વખત ODIમાં 400 રન બનાવ્યા, 36 વર્ષીય સીન વિલિયમ્સે યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ 21 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 174(101) રન બનાવ્યા હતા.

ICC World Cup Qualifier : 408 runs for Zimbabwe! Broke Team India's record of 9 years ago

ICC World Cup Qualifier : 408 runs for Zimbabwe! Broke Team India's record of 9 years ago

News Continuous Bureau | Mumbai

ICC World Cup Qualifier : ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ઝિમ્બાબ્વે (Zimbabwe) ના પ્રદર્શન પર કોઈનું ધ્યાન રહ્યું નથી.. બે વખતના વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઈન્ડિઝ (West Indies) પર શાનદાર જીત બાદ યજમાનોએ આજે ​​ફરી ધમાલ મચાવી હતી. ગ્રુપ A માં અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી ઝિમ્બાબ્વે ટોચનું સ્થાન મેળવ્યું અને સુપર સિક્સમાં સ્થાન મેળવ્યુંછે. ઝિમ્બાબ્વેની આ ઘોડાની રેસ અમેરિકા સામેની થયેલી મેચમાં જોવા મળી હતી. અમેરિકા સામેની મેચમાં ઝિમ્બાબ્વે ચારસો રન બનાવ્યા હતા.

Join Our WhatsApp Community

જોયલોર્ડ ગુંબી અને ઇનોસન્ટ કૈયા (32)એ ટીમને સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 56 રન જોડ્યા. જોયલોર્ડ અને કેપ્ટન સીન વિલિયમસ (Sean Williams) ને બીજી વિકેટ માટે 160 રનની ભાગીદારી કરીને અમેરિકન બોલરોને માત આપી હતી. જોયલોર્ડ 78 રને આઉટ થયા બાદ વિલિયમ્સ અને ફોર્મમાં રહેલા સિકંદર રઝા જોરદાર બેટીંગ કરી હતી. રઝાએ 27 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 48 રન ફટકાર્યા હતા. રેયાન બર્લે 16 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ICC World Cup 2023 Schedule: વર્લ્ડ કપની શરૂઆત ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચથી થશે, ફાઈનલ અમદાવાદમાં રમાશે

વેસ્ટ ઈન્ડિઝે પણ 5 વિકેટે 374 રન બનાવ્યા હતા

સીન બેવડી સદી ફટકારવા માટે તૈયાર દેખાતો હતો, પરંતુ તે 101 બોલમાં 21 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 174 રન બનાવીને આઉટ થયો હતો. ઝિમ્બાબ્વેએ 6 વિકેટે 408 રન બનાવ્યા હતા. આ તેનો વનડે ક્રિકેટ (ODI) માં સર્વોચ્ચ સ્કોર બન્યો હતો. તેણે ભારત (India) નો 2014નો રેકોર્ડ તોડ્યો હતો.

Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Exit mobile version