IND vs AUS: ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો વધુ એક ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી ટીમમાંથી થઈ ગયો બહાર
ભારતે પ્રથમ બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ સામેના પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર ઈજાના કારણે બોર્ડર ગાવસ્કર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
kalpana Verat
IND vs AUS: ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો વધુ એક ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી ટીમમાંથી થઈ ગયો બહાર
IND vs AUS: ભારતે પ્રથમ બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ સામેના પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર ઈજાના કારણે બોર્ડર ગાવસ્કર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયો છે. દિલ્હીમાં રમાયેલી ટેસ્ટમાં વોર્નરને ઈજા થઈ હતી. વોર્નરની ઈજા ગંભીર છે અને તેની સારવાર કરાવવા તેને ઓસ્ટ્રેલિયા પરત ફરવું પડશે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા હજુ સુધી વોર્નરના બદલે કોઇ ખેલાડીની જાહેરાત કરવામાં આવી નથી.
હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી શરૂ થશે અને ચોથી ટેસ્ટ સિરીઝ અમદાવાદમાં 9 થી 13 માર્ચ સુધી રમાશે. ભારતે આ શ્રેણી જીતવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ભારત સામે બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની પ્રથમ બે મેચમાં શરમજનક હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ પ્રવાસને મધ્યમાં છોડીને સ્વદેશ પરત ફર્યા છે. વાસ્તવમાં શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા લાંબો વિરામ છે. કેપ્ટન પેટ કમિન્સ અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યા છે, જ્યારે ડેવિડ વોર્નર, લાન્સ મોરિસ, એશ્ટન અગર અને કેટલાક અન્ય ખેલાડીઓ પણ તેમના ઘરે પરત ફર્યા છે.