ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી મહિલા વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં જ મહિલા ક્રિકેટ જગતની સચિન મિતાલી રાજે એકસાથે બે ઇતિહાસ રચ્યા છે.
મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં 20 હજાર રન પુરા કર્યા છે અને વનડે ક્રિકેટમાં સતત પાંચમી વખત 50 રનનો આંકડો પાર કર્યો છે.
જો કે મેચનું પરિણામ ભારતના પક્ષમાં રહ્યું ન હતું. ભારતે આપેલા 225 રનના ટાર્ગેટને માત્ર એક વિકેટથી ચેસ કરી પહેલા મેચ પર 9 વિકેટે જીત મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે સ્થાન હાંસલ કર્યું છે, જે પુરુષ ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે હાંસલ કર્યું છે.
આ ભારતીય ઍક્ટ્રેસનાં એક, બે નહીં 12 વ્યક્તિઓ સાથે લફરાં ચાલ્યાં હતાં, હવે થઈ ગયા છે છૂટાછેડા
