ભારત વિ. ન્યુઝીલેન્ડ : ટીમ ઈન્ડિયાની જીત પાછળ છે આ મોટા કારણો, જાણો કેવી રીતે ન્યુઝીલેન્ડ હૈદરાબાદ વન્ડે હાર્યું

ભારતે ODI શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ જીતમાં શુભમન ગીલનું મહત્વનું યોગદાન હતું. તેણે બેવડી સદી ફટકારી હતી. બોલિંગમાં મોહમ્મદ સિરાજે કરિશ્મા બતાવ્યો.

IND vs NZ 1st ODI : India beat New Zealand by 12 runs despite Bracewell scare

ભારત વિ. ન્યુઝીલેન્ડ : ટીમ ઈન્ડિયાની જીત પાછળ છે આ મોટા કારણો, જાણો કેવી રીતે ન્યુઝીલેન્ડ હૈદરાબાદ વન્ડે હાર્યું

News Continuous Bureau | Mumbai

ભારતે ODI શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ જીતમાં શુભમન ગીલનું મહત્વનું યોગદાન હતું. તેણે બેવડી સદી ફટકારી હતી. બોલિંગમાં મોહમ્મદ સિરાજે કરિશ્મા બતાવ્યો. તેણે 10 ઓવરમાં માત્ર 46 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે પણ બે-બે વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાની જીત પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો હતા. આમાં સૌથી મોટું કારણ શુભમન ગિલની બેવડી સદી છે. જો ગિલે બેવડી સદી ફટકારી ન હોત તો ભારતીય ટીમનો વિજય મુશ્કેલ બની ગયો હોત.

Join Our WhatsApp Community

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 349 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમને 149 બોલનો સામનો કરીને 208 રન બનાવ્યા હતા. શુભમનની ઇનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતની જીતનું આ સૌથી મોટું કારણ હતું. કારણ કે ન્યૂઝીલેન્ડે ઓલઆઉટ થતા પહેલા 49.2 ઓવરમાં 337 રન બનાવ્યા હતા. પહાડ જેવા લક્ષ્યની સામે તે માત્ર 12 રનથી હારી ગયા હતા.ભારતીય છાવણીમાં શુભમનની ઈનિંગ પર નજર કરીએ તો કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ટકી શક્યો નહોતો.

આ સમાચાર પણ વાંચો: Saamna Edotorial: મહેનત કરી શિવસેનાએ અને ભાજપ પ્રચાર કરશે; મોદીની મુંબઈ મુલાકાત ટાણે શિવસેનાની ટીકા

ભારતની જીતમાં મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ સહિતના બોલરોનું પ્રદર્શન મહત્વનું રહ્યું હતું. સિરાજે 10 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે 2 મેડન ઓવર પણ કાઢી. કુલદીપે 8 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી અને તેને મેડન ઓવર મળી હતી. શાર્દુલ ઠાકુરે પણ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી. શાર્દુલે સૌથી મહત્વની વિકેટ લીધી હતી. તેણે 140 રનના અંગત સ્કોર પર માઈકલ બ્રેસવેલને આઉટ કર્યો હતો. બ્રેસવેલ એટેકિંગ ગેમ રમી રહ્યો હતો. તેણે 78 બોલમાં 140 રન બનાવ્યા હતા.બ્રેસવેલ એટેકિંગ ગેમ રમી રહ્યો હતો. તેણે 78 બોલમાં 140 રન બનાવ્યા હતા.

IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
IPL Auction 2026: જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પર ધનવર્ષા: દિલ્હી કેપિટલ્સે ₹૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા! જાણો, કોણ છે આ મેચ વિનર?
IPL Auction 2026: કઈ ટીમ કોને ટાર્ગેટ કરશે? પર્સમાં કેટલી રકમ, અને કોણ બનશે નવો કરોડપતિ?
Exit mobile version