Site icon

IND Vs NZ 1st T20 Highlights: પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું

રાંચીમાં રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં, ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને 21 રને હરાવ્યું.

IND Vs NZ 1st T20 Highlights-New Zealand win by 21 runs

IND Vs NZ 1st T20 Highlights: પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું

News Continuous Bureau | Mumbai

રાંચીમાં રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં, ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને 21 રને હરાવ્યું. ભારતના પ્રવાસ પર ન્યૂઝીલેન્ડની આ પ્રથમ જીત છે. આ પહેલા કિવી ટીમને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડે ટી20 શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે.

Join Our WhatsApp Community

ડેરીલ મિશેલ અને મિશેલ સેન્ટનર વિજયના હીરો હતા

ન્યૂઝીલેન્ડની આ શાનદાર જીતના હીરો ડેરીલ મિશેલ અને મિશેલ સેન્ટનર હતા. મિશેલે અર્શદીપ સિંહ સામે છેલ્લી ઓવરમાં 27 રન બનાવ્યા અને સ્કોર જે 160નો જણાતો હતો તે 176 સુધી પહોંચી ગયો. આ પછી બોલિંગમાં મિશેલ સેન્ટનરે પોતાની જાદુઈ સ્પિનથી અજાયબી કરી બતાવી. કિવી કેપ્ટને તેની ચાર ઓવરમાં એક મેડન આપીને માત્ર 11 રન આપીને બે વિકેટ ઝડપી હતી. સૌથી મહત્વની વાત એ હતી કે સેન્ટનેરે વિશ્વના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવની સામે મેડન ઓવર ફેંકી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી મળેલા 177 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ માત્ર 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ચોથી વિકેટ માટે 51 બોલમાં 68 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે તેની પ્રથમ ટી20 અડધી સદી પૂરી કરી, પરંતુ નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનો અર્થ એ થયો કે ભારત 20 ઓવરમાં 155/9 પર સમાપ્ત થયું.

આ સમાચાર પણ વાંચો:  ઉત્તર ભારતના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોની સૂચિ, મુલાકાત લેવાનું સ્થળ સરળતાથી નક્કી કરો

ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનર, લૌરી ફર્ગ્યુસન અને માઈકલ બ્રેસવેલે 2-2 વિકેટ લીધી હતી. તે જ સમયે, ઇશ સોઢી અને જેકબ ડફીને એક-એક સફળતા મળી. ફર્ગ્યુસન અને સેન્ટનરે પણ એક ઓવર મેડન ફેંકી હતી.

ભારતીય ક્રિકેટ ટીમે અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની અંડર-19 મહિલા ટીમે 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી શ્વેતા સેહરવતે તોફાની બેટિંગ કરી હતી. તેણે 10 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ Dમાં છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સેમિફાઇનલમાં તેનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 8 વિકેટે જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ 29 જાન્યુઆરીએ ફાઇનલ મેચ રમશે.

આ સમાચાર પણ વાંચો:  400 વિકેટ લેનાર બોલરે નિવૃતિની કરી જાહેરાત, ભારત માટે રમવાનું સપનું રહ્યુ અધૂરુ

Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version