Site icon

ફૂટબોલ ટુર્નામેન્ટમાં હારથી ભડક્યા અફઘાન ખેલાડીઓ- મેદાન પર જ ભારતીય ખેલાડીઓ સાથે કરી હાથાપાઈ- જુઓ વિડીયો- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ભારત(India) અને અફઘાનિસ્તાની(Afghanistan) ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ(cricket)માં ભલે સારા સંબંધો છે, પરંતુ ફૂટબોલ(football)માં સ્થિતિ વિપરિત છે. શનિવારે રાત્રે રમાયેલી એશિયન કપ ક્વોલિફાયર ફૂટબોલ મેચ(Asian Cup qualifier football match)માં મારામારી(fighting)ના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પણ ભારતીય ટીમે(Indian Team) પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખીને અફઘાનિસ્તાન(Afhanistan)ને 2-1થી હરાવ્યુ હતુ. ભારત વતી કેપ્ટન સુનિલ છેત્રી(captain Sunil Chhetri) અને સહદ અબ્દુ સમદે(Sahi Abdul Samad) ગોલ ફટકાર્યા હતા.

Join Our WhatsApp Community

 

જોકે મેચ હાર્યા બાદ અફઘાન ખેલાડીઓ(player) ભડક્યા હતા અને તેમણે મેદાન પર જ ભારતીય ખેલાડીઓ(Indian player) સાથે  હાથાપાઈ(fighting) શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મારામારીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં બંને પક્ષના ખેલાડીઓ એકબીજા સાથે હાથાપાઈ કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન ભારતના સ્ટાર ગોલકીપર ગુરપ્રીત સિંહ (India's star goalkeeper Gurpreet Singh) મામલો શાંત કરવા માટે વચ્ચે પડે છે પરંતુ તેમને પણ અફઘાનિસ્તાની ખેલાડીઓ ધક્કો મારવા લાગ્યા હતા. ત્યારપછી ટીમ ઈન્ડિયા(Indian player)ના ખેલાડીએ પોતાના સાથી ખેલાડીને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા. મારપીટ કેમ થઈ એનું યોગ્ય કારણ મળી શક્યું નથી.

આ સમાચાર પણ વાંચો : BJPને ટક્કર આપવા આ રાજ્યના CM મેદાને ઉતર્યા- નવી રાજકીય પાર્ટી તૈયાર કરવાના મૂડમાં- જાણો શું હશે નામ

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ટીમ ક્વોલિફાયર(Qualifier)માં ત્રણે મુકાબલા જીતી ચુકી છે અને હવે તેનો મુકાબલો હોંગકોંગ(Hongkong) સાથે થવાનો છે. અફઘાનિસ્તાન સામે ભારત કુલ 11 મેચ રમ્યું છે અને તેમાંથી સાત મેચ ભારત જીત્યુ છે. જ્યારે એક મેચ અફઘાનિસ્તાન જીત્યુ છે.

Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
Exit mobile version