ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
ભારત અને પાકિસ્તાન દેશના ક્રિકેટ રસિયાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય ટી 20 મેચ બીજી એપ્રિલથી શરૂ થશે. જોકે આ મેચ ત્રણ દેશોની નેત્રહીન (Blind cricket Team)ક્રિકેટ ટીમો વચ્ચે રમાશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ૨જી એપ્રિલ થી 8 એપ્રિલ સુધી ચાલનારી દરેક મેચ બાંગ્લાદેશના ઢાકા મા રમાશે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે નો પહેલો મુકાબલો 4 એપ્રિલે થશે.
પાકિસ્તાન કાઉન્સિલના એક અધિકારીના જણાવ્યા મુજબ કોરોના કાળ ને ધ્યાનમાં રાખીને ટી 20 સિરીઝમાં ભાગ લેનારા તમામ પાકિસ્તાની ખેલાડીઓ અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે જે નેગેટિવ છે. ભારત અને બાંગ્લાદેશના પણ તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.