ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન અને ટેલેન્ટેડ ખેલાડી સુનીલ છેત્રીએ ફરી એકવાર નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
સુનીલ લિયોનલ મેસ્સીને પાછળ છોડી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ રમી રહેલા ઍક્ટિવ ખેલાડીઓમાં સૌથી વધારે ગોલ નોંધાવનાર બીજા નંબરના ખેલાડી બની ગયા છે.
આ ક્વૉલિફાયર મેચમાં સુનીલ છેત્રીએ બે ગોલ નોંધાવ્યા હતા અને તેની સાથે જ સુનીલ છેત્રીએ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં 74 ગોલ કર્યા હતા.
એશિયન કપ ક્વૉલિફાયર અને વર્લ્ડ કપ ક્વૉલિફાયરની મેચમાં ભારતે બાંગલાદેશ સામે 2-0 થી જીત મેળવી હતી.
આ પહેલા કતાર સામેની ક્વોલિફાયર મેચમાં ભારતનો 1-0 થી પરાજય થયો હતો.
