યુએઈમાં રમાનારા T 20 વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરુ થઇ ચૂકી છે. આઈસીસીએ ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ જાહેર કરી દીધા છે.
જેમાં ભારત અને પાકિસ્તાનને ગ્રુપ 2માં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ગ્રૂપ મુકાબલા પછી નોકઆઉટમાં પણ બંનેનો મુકાબલો જોવા મળી શકે છે.
જોકે આ માટેની તારીખો અને વેન્યુ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
ટૂર્નામેન્ટની મેચો યૂએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન રમાશે. વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે આ બંને દેશો વચ્ચે રમાયેલી છેલ્લી વનડે મેચમાં ભારતે વર્લ્ડ કપ 2019 માં પાકિસ્તાનને 89 રને હાર આપી હતી.
શું હવે ચીન પાકિસ્તાન પર મિસાઈલ ચલાવશે? પોતાના સ્વાર્થ સગા એવા પાકીસ્તાન ને આપી આ ચિમકી
