ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને તેના જ ગઢમાં હરાવી ને ઇતિહાસ રચ્યો છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ માટે ગઢ મનાતા સેન્ચ્યુરિયન મેદાન પર ભારતીય ટીમે પ્રથમ વાર ટેસ્ટ મેચમાં જીત મેળવી છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતે યજમાન સાઉથ આફ્રિકાને 113 રનથી હાર આપીને ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લઇ લીધી છે.
અહીં બુમરાહ, શામી અને સિરાજ ની ત્રિપુટીએ જબરદસ્ત બોલીંગ વડે ભારતને જીત અપાવી છે.
લક્ષ્યનો પિછો કરતા આફ્રિકાના ઓપનર અને ટીમના કેપ્ટન ડિન એલ્ગરે અર્ધશતક ફટકાર્યુ હતુ. તેણે 77 રનની ઇનીંગ રમી હતી.
ભારતીય ટીમ ક્યારેય આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યુ નથી એવામાં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ વિજય સાથે થતા સ્થિતી હકારાત્મક બની છે.
