Site icon

છેલ્લી અને નિર્ણાયક ટેસ્ટ નિરસ રીતે ડ્રો રહી, ઈન્ડિયાએ કાંગારું ટીમને હરાવી રચ્યો ઈતિહાસ!

India vs Australia, 4th Test, Day 5 Highlights: India Clinch Series 2-1 As Early Stumps Called

છેલ્લી અને નિર્ણાયક ટેસ્ટ નિરસ રીતે ડ્રો રહી, ઈન્ડિયાએ કાંગારું ટીમને હરાવી રચ્યો ઈતિહાસ!

News Continuous Bureau | Mumbai

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ડ્રો રહી હતી. અમદાવાદમાં રમાયેલી આ મેચમાં સમગ્ર 5 દિવસમાં માત્ર 22 વિકેટ પડી હતી. આવી સ્થિતિમાં, 5મા દિવસની રમત સમાપ્ત થવાના એક કલાક પહેલા, આ મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. આ સાથે ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સતત ચોથી વખત આ ટ્રોફી પર કબજો કર્યો છે.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની આ છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉસ્માન ખ્વાજા (180) અને કેમરૂન ગ્રીન (114)ની સદીની મદદથી કાંગારૂ ટીમે અહીં 480 રન બનાવ્યા હતા. અહીં સ્ટીવ સ્મિથ (38), ટ્રેવિસ હેડ (32), ટોડ મર્ફી (41) અને નાથન લિયોને (34) પણ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી આર અશ્વિને આ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. અહીં શમીને બે અને જાડેજા અને અક્ષરને 1-1 વિકેટ મળી હતી.

Join Our WhatsApp Community

ટીમ ઈન્ડિયાને 91 રનની લીડ મળી હતી

ઓસ્ટ્રેલિયાના આ મોટા સ્કોરનો જવાબ ભારતીય બેટ્સમેનોએ પણ આપ્યો. શુભમન ગિલ (128) અને વિરાટ કોહલી (186)એ સદી ફટકારી હતી. અક્ષર પટેલ (79), એસકે ભરત (44), ચેતેશ્વર પુજારા (42) અને રોહિત શર્મા (35)એ મહત્વની ઇનિંગ્સ રમી હતી. ભારતીય બેટ્સમેનોએ 571 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને પ્રથમ દાવના આધારે 91 રનની લીડ મેળવી હતી. અહીં ઓસ્ટ્રેલિયાની સ્પિન જોડી નાથન લિયોન અને ટોડ મર્ફીને 3-3 વિકેટ મળી હતી. સ્ટાર્ક અને કાહનેમેનને પણ 1-1 વિકેટ મળી હતી.

આ સમાચાર પણ વાંચો :  પહેલા જ દિવસે શેર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફટી પણ..

છેલ્લા દિવસે માત્ર 2 વિકેટ પડી હતી

મેચના અંતિમ દિવસે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની 10 વિકેટ લેવાની જરૂર હતી પરંતુ કાંગારુ બેટ્સમેનો પિચ પર અટકી ગયા હતા અને માત્ર બે વિકેટ ગુમાવી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે 175 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યારે મેચનું પરિણામ આવી શકે તેમ ન હતું અને બંને ટીમોએ ટેસ્ટ ડ્રો કરાવવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ભારતે ચાર મેચની સીરિઝ 2-1થી જીતી લીધી છે.

ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી હતી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બંને શરૂઆતી મેચો ભારતીય ટીમે જીતી હતી. જ્યાં ભારતે નાગપુર ટેસ્ટ એકતરફી જીતી હતી, ત્યાં દિલ્હીમાં 6 વિકેટે જીત મેળવી હતી. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી બે મેચોમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ત્યાર પછી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇટ બેક કર્યું હતું અને ભારતને હરાવ્યું હતું. આખરી ટેસ્ટ મેચમાં અમદાવાદમાં પહેલી ઇનિંગમાં જ ઉસ્માન ખ્વાજા અને ગ્રીનની સદીના કારણે મેચ જામશે એવું લાગી રહ્યું હતું. પણ આખરે મેચ ડ્રો જતાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વધુ એક બોર્ડર ગાવાસ્કર ટ્રોફી ભારતે જીતી લીધી છે. આ સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત ચોથી વખત ભારત જીત્યું છે. અગાઉ પણ ત્રણ વખત ભારત ચાર મેસ્ટની આ સીરિઝમાં 2-1થી જીતી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારત સતત ચોથી વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિજેતા બન્યું હતું. 2016 પછી ભારત ક્યારેય આ ટ્રોફી હાર્યું નથી.

આ સમાચાર પણ વાંચો : ચીન, હોંગકોંગ તેમજ અમેરિકાની મજબૂત માંગના કારણે ભારતમાંથી જેમ્સ, જ્વેલરીની નિકાસ 24% વધી

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version