Site icon

ભારતીય ધરતી પર શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્યો રનનો વરસાદ

ભારતીય યુવા ઓપનર શુભમન ગિલે મેચના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે પોતાની બેટિંગથી તમામના દિલ જીતી લીધા અને આખા મેદાન પર બધી બાજુ સ્ટ્રોક ફટકાર્યા. તેમણે જોરદાર સદી ફટકારી છે.

India vs Australia-Shubman Gill scores first Test century at home

ભારતીય ધરતી પર શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્યો રનનો વરસાદ

News Continuous Bureau | Mumbai

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શરૂઆતના બે દિવસ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોના નામે હતા. જ્યાં ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીને સદી ફટકારી હતી. ભારતીય યુવા ઓપનર શુભમન ગિલે મેચના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે પોતાની બેટિંગથી તમામના દિલ જીતી લીધા અને આખા મેદાન પર બધી બાજુ સ્ટ્રોક ફટકાર્યા. તેમણે જોરદાર સદી ફટકારી છે.

ગિલે ફટકારી તોફાની સદી

ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે સારી ન રહી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા પહેલા સેશનમાં જ 35 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ત્યારબાદ શુભમન ગિલે ચેતેશ્વર પૂજારા સાથે મળીને રન બનાવવાની જવાબદારી સંભાળી. શરૂઆતમાં ગિલે આક્રમક અભિગમ અપનાવ્યો, પરંતુ બાદમાં તેણે ધીરજપૂર્વક સદી પૂરી કરી. તે હાલમાં 195 બોલમાં 102 રન બનાવીને ક્રીઝ પર છે. તેમણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી છે.

Join Our WhatsApp Community

ભારતની ધરતી પર પ્રથમ સદી

શુભમન ગિલે બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. ભારતીય ધરતી પર ગિલની આ પ્રથમ ટેસ્ટ સદી છે. આ સાથે જ ઓવર ઓલ ટેસ્ટ કારકિર્દીમાં આ તેમની બીજી સદી છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 14 ટેસ્ટ મેચમાં 792 રન બનાવ્યા છે. તેમણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની વનડેમાં પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. હવે ટીમ ઈન્ડિયાનું બેટિંગ આક્રમણ મહત્વની કડી બની ગયું છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : ચહેરા પર કરો છો ‘બરફના પાણી’નો ઉપયોગ? પહેલાં જાણી લો તેના નુકસાન, નહીંતર થઈ શકે છે આવી મુશ્કેલીઓ

ભારતે બે સેશન બાદ 188 રન બનાવ્યા

શુભમન ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે, તેમણે ટીમ ઈન્ડિયા તરફથી રમતા ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. અમદાવાદમાં ત્રીજા દિવસે તેમની સદીના કારણે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચતી જોવા મળી રહી છે. ભારતે ત્રીજા દિવસે બે સેશન બાદ 2 વિકેટના નુકસાન પર 188 રન બનાવી લીધા છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 35 રન, ચેતેશ્વર પૂજારાએ 42 રન બનાવ્યા હતા. જયારે શુભમન ગિલ 103 અને વિરાટ કોહલી 103 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version