ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના થર્ડ ક્લાસ પ્રદર્શન પછી બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન્ડિયા એટલે કે બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીની દિવાળીના દિવસે છૂટ્ટી થઈ ગઈ છે. હવે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ હશે.
ભારતીય ટીમના વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ બાદ પૂર્ણ થઈ રહ્યો છે. BCCI લાંબા સમયથી ભારતીય ટીમના કોચની શોધ ચલાવી રહી હતી. જે હવે પૂરી થઈ છે. કોચ પદ માટે રસ ધરાવતા લોકોના ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ આખરે ધ વોલના નામથી પ્રખ્યાત રાહુલ દ્રવિડના નામ પર મહોર લગાવવામાં આવી છે.