Site icon

પીએમ મોદીએ થોમસ કપ જીતનાર બેડમિંટન ટીમને લગાવ્યો ફોન, ખૂશીથી ઝૂમી ઉઠ્યાં તમામ ખેલાડીઓ… વીડિયોમાં જુઓ શું કહ્યું…

News Continuous Bureau | Mumbai 

ભારતીય બેડમિન્ટન ટીમે(Indian badminton team) રવિવારે ઈન્ડોનેશિયા(Indonasia)માં ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત થોમસ કપ(Thomas cup)નો ખિતાબ જીત્યો. થોમસ કપના 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત(India)વિજેતા તરીકે ઉભરી આવ્યું. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની સૌથી સફળ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડોનેશિયાને ટાઇટલ મેચમાં 3-0થી હરાવ્યું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ પીએમ મોદી(PM Narendra Modi)એ ટીમ માટે ખાસ ઈનામની જાહેરાત કરી છે. એટલું જ નહીં, તેમણે ​​થોમસ કપમાં જીત મેળવનાર ભારતીય બેડમિન્ટન ટીમના ખેલાડી(bandminron team player)ઓ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી.

Join Our WhatsApp Community

 

ફોન પર વાત કરતા વડાપ્રધાને ખેલાડીઓને કહ્યું કે, 'તમે બધાએ આ શક્ય બનાવ્યું છે… આ રમતમાં ભારતની સર્વશ્રેષ્ઠ જીત છે.' મોદીએ સૌપ્રથમ કિદાંબી શ્રીકાંત સાથે વાત કરી હતી. તે પછી લક્ષ્ય સેન, એચએસ પ્રણય અને ચિરાગ શેટ્ટીને પણ પીએમ સાથે વાત કરવાનો મોકો મળ્યો. પીએમ મોદી ખૂબ જ પ્રભાવિત થયા કે ભારતીય ટીમે એકપણ મેચ હાર્યા વિના ફાઇનલમાં જીત મેળવી. તેમણે ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે એક પણ મેચ હાર્યા વિના ફાઈનલ જીતવી ખૂબ જ ખાસ હતી. પીએમ મોદી ટૂર્નામેન્ટમાં ભારતના રેકોર્ડથી સારી રીતે વાકેફ હતા. તેમણે ખેલાડીઓને પૂછ્યું કે તેમને ક્યા સ્તર પર એમ લાગ્યું હતું કે તેઓ જીતી જશે? જવાબમાં શ્રીકાંત અને લક્ષ્યે કહ્યું કે ક્વાર્ટર ફાઈનલમાં ક્લોઝ મેચ જીત્યા બાદ ટીમને ટાઇટલ જીતવાની આશા જાગી હતી.

આ સમાચાર પણ વાંચો : IPLના મીડિયા રાઇટ્સ ખરીદવાની રેસમાં હવે સર્ચ એન્જિન Google જોડાયું, આ કંપનીઓએ પણ પોતાનો દાવો કર્યો; જાણો વિગતે 

મોદીએ કહ્યું કે આ સિદ્ધિ માટે ટીમના કોચ પણ પ્રશંસાના હકદાર છે. આ સાથે, પીએમે ખેલાડીઓના માતા-પિતાનો પણ તેમના બાળકોને આ સ્તરે પ્રોત્સાહિત કરવા બદલ આભાર માન્યો. બીજી તરફ, ખેલાડીઓએ પણ પ્રોત્સાહિત કરવા કરવા બદલ પીએમનો આભાર માન્યો હતો.

પીએમ મોદીએ ખેલાડીઓને મળવા માટે પોતાના નિવાસ સ્થાન પર આવવા આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાને બેડમિન્ટન, ટેબલ ટેનિસ અથવા સ્વિમિંગ જેવી રમતોમાં ભાગ લેતા ઉભરતા ખેલાડીઓ અને નાના બાળકો માટે વિજેતા ટીમનો સંદેશ માંગ્યો, શ્રીકાંતે ટીમ વતી વાત કરી અને કહ્યું કે આજે ભારતમાં  રમતગમતને ઉત્તમ સમર્થન મળી રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સરકાર, સ્પોર્ટ્સ ફેડરેશન્સ અને એલિટ લેવલ- ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ TOPSના પ્રયાસોને કારણે ખેલાડીઓને ખૂબ જ સારૂ સમર્થન મળી રહ્યું છે, જો આ ચાલુ રહેશે, તો અમને લાગે છે કે ભારત ઘણા વધુ ચેમ્પિયન મળશે. 

 આ સમાચાર પણ વાંચો : આ કારણે બિગ બીએ 'ધાકડ' ના ગીત વાળી પોસ્ટ કરી હતી ડિલીટ! અભિનેતા એ પોતાના બ્લોગમાં કર્યો ખુલાસો

પીએમ મોદીએ રમતવીરોના માતા-પિતા માટે તેમનો આદર અને પ્રશંસા વ્યક્ત કરી કારણ કે બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા અને અંત સુધી તેમની સાથે રહેવું એ એક પડકારજનક કાર્ય છે. ફોન કોલના અંતમાં પ્રધાનમંત્રી મોદી ખેલાડીઓના આનંદ અને 'ભારત માતા કી જય'ના નારા સાથે જોડાયા હતા.

ફાઈનલ મેચની વાત કરીએ તો, પ્રથમ મેચમાં વર્લ્ડ નંબર 9 લક્ષ્ય સેને એન્થોની સિનિસુકા ગિંટીંગને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો. જ્યારે બીજી મેચમાં સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ કેવિન સંજય સુકામુલજો અને મોહમ્મદ અહેસાનને 18-21, 23-21, 21-19થી હરાવ્યાં. આ પછી કિદામ્બીએ ત્રીજી મેચમાં જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો.

Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Exit mobile version