News Continuous Bureau | Mumbai
ભારત વુમન્સ ટીમ હાલ ICC Women World Cup 2022માં કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે.
આજે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં કેપ્ટન મિતાલી રાજે એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે.
મિતાલી હવે મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બની ગઈ છે.
તેણે આ મામલે ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન બેલિન્ડા ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો છે.
મિતાલીએ આજે સુકાની તરીકે 24મી વખત મહિલા વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેની કપ્તાનીમાં 23 મેચમાં ભારતે 14માં જીત મેળવી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં એક મેચ અનિર્ણિત રહી છે.
