News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટ રસિકો(Indian cricket fans) માટે સારા સમાચાર મળી રહ્યા છે. ક્રિકેટ રસિકોટી-૨૦ વર્લ્ડકપ(T20 World Cup) દરમિયાન ભારતના મેચોનો(India's matches) આનંદ હવે સિનેમા હોલમાં(cinema hall) બેસીને ઉઠાવી શકશે. ટીમ ઈન્ડિયાની મેચ(Team India's Match) આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં(Inox's multiplex) બતાવવામાં આવશે. આ માટે આઈનોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ(International Cricket Council) (આઈસીસી) (ICC) સાથે કરાર કર્યો છે.
કરાર પ્રમાણે આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં ભારતીય ટીમના તમામ ગ્રુપ મેચોનું પ્રસારણ(broadcasting) કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત ૨૩ ઑક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન(Pakistan) વિરુદ્ધ કરશે. ગ્રુપ મેચો ઉપરાંત આઈનોક્સમાં સેમિફાઈનલ અને ફાઇનલ મેચ(Semi-Final and Final Matches) પણ બતાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ગાળ બોલીને ફસાયો ચેમ્પિયન ટીમનો કેપ્ટન- હવે ટી-20 વર્લ્ડકપની બહાર થવાનો ખતરો
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે દેશભરના ૨૫થી વધુ શહેરોમાં આઈનોક્સના મલ્ટીપ્લેક્સમાં ટીમ ઈન્ડિયાના તમામ મેચોનું પ્રસારણ કરવામાં આવશે. આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપની આઠમી સીઝન ૧૬ ઑક્ટોબરથી શરૂ થશે. પહેલાં રાઉન્ડ બાદ સુપર-૧૨ના મુકાબલા ૨૨ ઑક્ટોબરથી શરૂ થશે. ફાઈનલ મુકાબલો ૧૩ નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ(Melbourne Cricket Ground) ઉપર રમાશે. આઈનોક્સ લીઝરના ચીફ ઑપરેટિંગ ઑફિસર આનંદ વિશાલે(Operating Officer Anand Vishal) કહ્યું કે સિનેમાઘરોમાં ક્રિકેટની સ્ક્રીનિંગ(Cricket Screening) કરીને અમે દેશની સૌથી પસંદગીની રમત એવી ક્રિકેટ સાથે વિશાળ સ્ક્રીન અનુભવ અને અવાજના રોમાંચને એક સાથે લાવી રહ્યા છીએ. ટી-૨૦ વર્લ્ડકપનો ઉત્સાહ અને તેની ભાવના લોકો સાથે જોડાઈ જશે.
ઉલ્લેખનીય છે કે, આઈનોક્સના દેશમાં ૧૬૫ મલ્ટીપલેક્સ છે. તે ૭૪ શહેરોમાં ૭૦૫ સ્ક્રીન ઉપર ફિલ્મોને બતાવે છે. આખા ભારતમાં તેની બેઠકોની સંખ્યા ૧.૫૭ લાખ છે. આ વર્ષે માર્ચમાં આઈનોક્સ લીજર અને પીવીઆરે વિલયની જાહેરાત કરી હતી.