Site icon News Continuous Bureau | Mumbai

ધોનીની ટીમ CSK ને વધુ એક ઝટકો, ઈજા થવાના કારણે આ ખિલાડી IPL 2020માંથી થયો બહાર.. જાણો વિગતે  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

21 ઓક્ટોબર 2020

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ધોનીની ટિમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ  નથી લઈ રહી. આ દરમિયાન ચેન્નાઈની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને કમર પર ઈજા પહોંચવાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ અંગેની જાણકારી ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને જ આપી છે. કાસી વિશ્વનાથનના જણાવ્યા અનુસાર ડ્વેન બ્રાવો ઈજાગ્રસ્ત થવાના કારણે આઈપીએલની 13મી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેણે આ સીઝનમાં અત્યાર સુધીમાં છ મેચ રમી છે અને જેમાં બે ઈનિંગમાં તેણે ફક્ત છ સાત રન જ બનાવ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, ડ્વેન બ્રાવો આ વર્ષે આઈપીએલ 2020માંથી બહાર થનાર ચેન્નાઈ સુપર કિંગ્સનો ત્રીજો ખેલાડી છે. આ અગાઉ સુરેશ રૈના અને હરભજન સિંહ વ્યક્તિગત કારણોસર પોતે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. નોંધનીય છે કે, આ બંને ખેલાડીઓએ ટૂર્નામેન્ટ શરૂ થઈ તે અગાઉ જ પોતાના નામને પરત ખેંચી લીધું હતું.

Asian Games 2026 એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની શાનદાર સિદ્ધિ અનંત જીત સિંહ નરુકા અને પરિનાઝ ધાલીવાલે મિક્સ્ડ સ્કીટ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો!
Asian Games Badminton Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ સેમિફાઇનલમાં ચીન સામે ૩૧ થી સંઘર્ષપૂર્ણ હાર બાદ સંતોષ માનવો પડ્યો!
Asian Games Skeet Bronze India એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સનો દબદબો પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતની ઝોળીમાં આવ્યો ૯મો મેડલ!
Mirabai Chanu Asian Games Silver મીરાબાઈ ચાનૂએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ વેઈટલિફ્ટિંગમાં ભારતનો ૨૮ વર્ષનો દુકાળ પૂરો થયો!
Exit mobile version