Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીના ભય વચ્ચે આજથી આઈપીએલની 13મી સીઝન શરૂ, પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Channel

19 સપ્ટેમ્બર 2020 

મહિનાઓની અનિશ્ચિતતા બાદ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજથી શરૂ થવા જઈ રહી છે.  આ 13મી સીઝનની પ્રથમ મેચમાં આઈપીએલ ઇતિહાસની બે સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) અને ચૈન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) આમને સામને હશે. આ મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચનું સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે અને  મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પલ્સ હોટસ્ટાર પર થશે. જોકે આ વખતે સ્ટેડિયમમાં ચાહકો રહેશે નહીં અને આખી ટૂર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે.

ઉલ્લેખનીય છે કે લીગમાં અત્યાર સુધી બંને ટીમો એકબીજા સામે 28 મેચ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સ 17 વાર જીતી ચૂકી છે, જ્યારે સીએસકે 11 વાર જીતી છે. નોંધપાત્ર વાત છે કે મુંબઇ ઇન્ડિયન્સ અહીં રમાયેલી આઈપીએલ 2014 ની સીઝનના પહેલા તબક્કામાં તેની પાંચેય મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં, યુએઈમાં પહેલો વિજય જીતવાનો પડકાર મુંબઇ ઇન્ડિયન્સ સામે હશે. 

India Womens Hockey Asian Games Gold ૪૪ વર્ષનો દુષ્કાળ ખતમ! ભારતીય દીકરીઓએ હોકીમાં ચીનને ધૂળ ચટાવી છીનવી લીધો ગોલ્ડ…
Asian Games Double Gold Rush બોક્સિંગ અને રેસલિંગમાં ભારતનો સુવર્ણ ડંકો અંકુશ પંઘાલ અને સુજીત કલકલે જીત્યો ગોલ્ડ, એક જ દિવસમાં 2 મોટી સફળતા
Parveen Hooda Asian Games Boxing Gold મુક્કાબાજીમાં ભારતની બાદશાહત પરવીન હુડ્ડાના પાવરફુલ પંચ સામે પ્રતિસ્પર્ધી બેબસ, ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ
Lovlina Borgohain Asian Games Gold લવલીના બોરગોહેને રચ્યો ઈતિહાસ ચીનની ઝિયાઈ બાઓને 50થી હરાવી વિમેન્સ 75 કિગ્રામાં જીત્યો ગોલ્ડ મેડલ
Exit mobile version