Site icon

IPL ટી-20માંથી શા માટે બહાર થયો ‘ટબર્નેટર’ હરભજન સિંહ ? તેના મિત્રએ જણાવ્યું સાચું કારણ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 સપ્ટેમ્બર 2020

સિનિયર ઓફ સ્પિનર હરભજનસિંહે અંગત કારણોસર યુએઇ ખાતે રમાનારી IPL ટી-20 લીગને પડતી મૂકવાનો નિર્ણય કર્યો છે. તેણે તેના નિર્ણય અંગે ચૈન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમ મેનેજમેન્ટને માહિતી આપી છે. આ પહેલા વરિષ્ઠ બેટ્સમેન સુરેશ રૈનાએ પણ વ્યક્તિગત કારણો જણાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળ્યો હતો. રૈનાથી વિપરીત, હરભજન સિંહે ગયા અઠવાડિયે ચેન્નાઇમાં પ્રી-સીઝન કેમ્પમાં ભાગ લીધો ન હતો અને સીએસકે ટીમ સાથે યુએઈ પણ નહોતો ગયો. 

હરભજને કહ્યું કે તેમના માટે પત્ની ગીતા અને ચાર વર્ષની પુત્રી હિનાયા સહિત તેમના પરિવાર માટે સમય ફાળવવો મહત્વપૂર્ણ હતો. તેમણે કહ્યું, 'હું ફક્ત એટલું જ કહીશ કે એવા સમય આવે છે જ્યારે કુટુંબીઓને રમતગમતને બદલે પ્રાધાન્ય આપવું પડે. મારું ધ્યાન અત્યારે મારા પરિવાર પર છે, પરંતુ હા મારું હૃદય યુએઈમાં મારી ટીમ સાથે રહેશે.'

હરભજન સિંહના આઈપીએલમાંથી બહાર થયાના સમાચાર પ્રકાશિત થતાં જ, ઘણા લોકોએ કહ્યું હતું કે કોરોનાને કારણે ખેલાડી પીછેહઠ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે, સીએસકે કેમ્પના બે ખેલાડીઓ સહિત 13 સભ્યો કોરોના પોઝિટિવ બન્યા હતા. જોકે, હરભજન સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે સીએસકે ટીમમાં કોવિડ -19 ના 13 કેસ સાથે બે ખેલાડીઓ સહિત તેને જોડવું ખોટું હશે.

હરભજનના મિત્રએ નામ ન જણાવાની શરતે જણાવ્યું હતું કે, ચૈન્નઈની ટીમમાં આ કોવિડ -19 કેસ અંગે નથી. પરંતુ જો તમારી પત્ની અને બાળકો ત્રણ મહિના ભારતમાં હોય, તો તમારું મન ભટકશે અને તમે રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. આ કિસ્સામાં, તમને બે કરોડ અથવા 20 કરોડ મળે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અગ્રતાની સૂચિમાં પૈસા ઘણા પાછળ છે.'

India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Women’s World Cup: ૪ વર્ષ પછી ખુલાસો ટીમ ઇન્ડિયાનું ‘સિક્રેટ એન્થમ’ કયું છે? વિડિયો જોશો તો રૂંવાડા ઊભા થઈ જશે
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version