Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2021 સસ્પેન્ડ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેણે હવે IPL ને પણ પ્રભાવિત કર્યુ છે. પ્રાપ્ત જાણકારી મુજબ આઈપીએલનાં વધુ બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવતા આ ટૂર્નામેન્ટને રદ કરવામાં આવી છે.

આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સનાં અમિત મિશ્રા કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નાં વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ એએનઆઈને જણાવ્યું કે, આઈપીએલ 2021 ને હાલનાં સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 

રાહતના સમાચાર : મહારાષ્ટ્ર માં કોરોના સંક્રમણનો ગ્રાફ 50 હજારથી નીચે આવ્યો. જાણો આજના નવા આંકડા..

ઉલ્લેખનીય છે કે ગઈકાલે (સોમવાર) કોવિડ-19 ટેસ્ટમાં વરુણ ચક્રવર્તી અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નાં સંદીપ વોરિયર પોઝિટિવ જોવા મળ્યા હતા, ત્યારબાદ કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચેની મેચ મુલતવી રાખવામાં આવી હતી.

આમ બે દિવસમાં ચાર ખેલાડીઓ કોવિડ-19 પોઝિટિવ મળી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Pranavi Urs Asian Games Golf Gold ગોલ્ફ કોર્સ પર લહેરાયો તિરંગો! પ્રણવી ઉર્સના વિજયથી ભારત સ્તબ્ધ રચ્યો એવો રેકોર્ડ જે પહેલાં કોઈ ન કરી શક્યું
Exit mobile version