ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
IPL મેગા ઓક્શનમાં કેટલાક ક્રિકેટરોને લોટરી લાગી છે તો કેટલાક દિગ્ગજો એવા પણ છે જે પહેલા રાઉન્ડમાં કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા નથી.
આ દિગ્ગજોમાં સુરેશ રૈના, સ્ટીવ સ્મિથ અને શાકિબ અલ હસન એ હાઇ-પ્રોફાઇલ નામોમાં સામેલ છે.
આ ત્રણેય ખેલાડીઓને IPL મેગા ઓક્શનના પહેલા રાઉન્ડમાં કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા નથી.
જો કે, આ ત્રણ નામો ફરીથી હરાજીમાં પોપ અપ થશે અને તેઓને હરાજીના ઝડપી ભાગમાં બિડર્સ મળી શકે છે.