ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી હરાજી અને પાંચમી મેગા હરાજીનો બેંગ્લોરમાં પ્રારંભ થશે.
શનિ અને રવિ એમ બે દિવસ યોજાનારી આઇપીએલની મેગા હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓનું ભાવિ નક્કી થશે.
આઇપીએલે અગાઉ જાહેર કરેલી યાદીમાં 590 ખેલાડીઓને જ હરાજીમાં મુકવાનો નિર્ણય લીધો હતો.
જોકે અંડર-19 વર્લ્ડ કપ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને ન્યાય આપવા માટે વધુ 10 ખેલાડીઓને હરાજીની યાદીમાં સામેલ કર્યા છે.
હરાજી માર્કી ખેલાડીઓ પર બિડિંગ સાથે શરૂ થશે.
આ યાદીમાં શ્રેયસ અય્યર, રવિચંદ્રન અશ્વિન, ક્વિન્ટન ડી કોક, મોહમ્મદ શમી, કાગિસો રબાડા, શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, ટ્રેન્ટ બોલ્ટ, પેટ કમિન્સનો સમાવેશ થાય છે.
આ તમામ ખેલાડીઓની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે અને ટીમો આ તમામ ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચી શકે છે..