ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
IPL 2022ની શરૂઆત પહેલાં પંજાબ કિંગ્સે તેમના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે.
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન મયંક અગ્રવાલ પંજાબ કિંગ્સના આગામી કેપ્ટન હશે.
મયંક અગ્રવાલ 2018થી સતત પંજાબ ટીમ સાથે જોડાયેલો છે અને વાઈસ-કેપ્ટનની ભૂમિકા પણ નિભાવી ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે મેગા ઓક્શન પહેલા મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સે રિટેન કરી લીધો હતો, ત્યારે હવે સીઝનની શરૂઆત પહેલાં જ ટીમે નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે.
નોવાક જોકોવિચે નંબર 1ની ખુરશી ગુમાવી, ‘બિગ ફોર’ નુ શાસન સમાપ્ત, આ યુવા ટેનિસ સ્ટાર નવો બાદશાહ
