Site icon

જસપ્રીત બૂમરાહે ફરી કરી બતાવ્યો કમાલ- ઈંગ્લેન્ડ સામેની મેચમાં મચાવ્યો તરખાટ- તોડી દીધો કપિલ દેવનો આ 40 વર્ષ જૂનો રેકોર્ડ

News Continuous Bureau | Mumbai 

ભારત અને ઈંગ્લેન્ડ(India vs England) વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલી રિશેડ્યૂલ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે(Jasprit Bumrah) ટીમની કમાન સંભાળી રહ્યો છે. રોહિત શર્મા(Rohit Sharma)ના કોરોના પોઝિટિવ(Corona positive) આવ્યા બાદ તેને ટેસ્ટ ટીમ(test team)ની કેપ્ટનશીપ(Captainship) મળી હતી. તે કપિલ દેવ બાદ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરનારો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.  

Join Our WhatsApp Community

બર્મિંઘમ ટેસ્ટની 4 દિવસની રમત પસાર થઈ ગઈ છે અને અત્યાર સુધી મેચની કપ્તાની કરતા જસપ્રીત બુમરાહ(Jasprit Bumrah) બેટ અને બોલ બંનેથી મેચને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. પ્રથમ ઇનિંગ(First Innigs)માં બેટિંગ કરતા બુમરાહે અણનમ 31 રનની ઇનિંગ રમી હતી, ત્યારે બોલિંગ કરતા સમયે તેણે 3 વિકેટ પોતાના નામે કરી હતી. જો કે હવે બીજી ઇનિંગમાં બે વિકેટ લઈને એમને વધુ એક ઉપલબ્ધિ તેમના નામે કરી લીધી છે. 

આ સમાચાર પણ વાંચો : ભાજપના હાથમાં સત્તા આવતા જ બીએમસીમાં સાફ-સફાઈ શરુ- 3 અધિકારીઓની રાતોરાત બદલી

કેપ્ટન બૂમરાહએ આ મેચ(Match)ની શરૂઆત વર્લ્ડ રેકોર્ડ(world record)થી કરી હતી. હવે તેઓ એક પછી એક ઘણા રેકોર્ડ તેમના નામે કરી રહ્યા છે. આ જ ક્રમમાં તેઓએ ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ(Kapil Dev)નો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. આ સિરિજમાં બૂમરાહ લીડીંગ વિકેટ કીપર(Leading wicket keeper) છે અને એમના નામે કુલ 23 વિકેટ દર્જ થઈ ગઈ છે. પૂર્વ કેપ્ટન કપિલ દેવે 1981-82 માં ઈંગ્લેન્ડ સામેની એક શ્રેણીમાં 22 વિકેટ ઝડપી હતી. આ મામલામાં ત્રીજા નંબર પર ભુવનેશ્વર કુમાર(Bhuvneshwar Kumar) છે, જેણે 2014માં ઈંગ્લેન્ડમાં રમાયેલી શ્રેણીમાં 19 વિકેટ ઝડપી હતી. 

બોલિંગ(Bowling)માં આ સિદ્ધિ પોતાના નામે કરતાં પહેલાં કેપ્ટન જસપ્રીત બુમરાહે શાનદાર બેટિંગ(Bating)થી ધમાલ મચાવ્યો હતો અને ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનારો વર્લ્ડ રેકોર્ડ(world record) પોતાના નામે કરી લીધો હતો.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version