Site icon News Continuous Bureau | Mumbai

Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ

Kavya Maran Controvery: ‘ધ હન્ડ્રેડ’ લીગમાં અબરાર અહમદની એન્ટ્રીથી સોશિયલ મીડિયા પર હોબાળો: ભારતીય માલિકીની ફ્રેન્ચાઇઝીએ પાકિસ્તાની ખેલાડીને ખરીદતા ફેન્સ નારાજ.

Kavya Maran Under Fire for Signing Pakistani Spinner; Sunrisers Leeds X Account Suspended Following Outrage

Kavya Maran Under Fire for Signing Pakistani Spinner; Sunrisers Leeds X Account Suspended Following Outrage

News Continuous Bureau | Mumbai

Kavya Maran Controvery:  ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ ‘ધ હન્ડ્રેડ’ ના પ્લેયર્સ ઓક્શન બાદ સનરાઇઝર્સ લીડ્સ ટીમ અચાનક વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે યોજાયેલી હરાજીમાં આ ટીમે પાકિસ્તાની મિસ્ટ્રી સ્પિનર અબરાર અહમદને 1.90 લાખ પાઉન્ડ (અંદાજે ₹2.34 કરોડ) માં ખરીદ્યો છે. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ છેડાઈ ગઈ છે, કારણ કે દ હન્ડ્રેડ લીગમાં કોઈ ભારતીય માલિકી ધરાવતી ફ્રેન્ચાઇઝીએ પહેલીવાર કોઈ પાકિસ્તાની ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.અબરાર અહમદની ખરીદી બાદ ભારતમાં અનેક ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. યુઝર્સ સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝી અને તેની સીઈઓ (CEO) કાવ્યા મારન પર નિશાન સાધી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે જ્યારે આઈપીએલ (IPL) માં વર્ષ 2008 થી પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ છે, ત્યારે કોઈ ભારતીય માલિકીની ટીમે વિદેશી લીગમાં પાકિસ્તાની ખેલાડીને સાઈન કરવો જોઈએ નહીં. આ વિવાદ વચ્ચે સનરાઇઝર્સ લીડ્સનું સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પણ સસ્પેન્ડ થઈ ગયું છે.

Join Our WhatsApp Channel

કાવ્યા મારને ઓક્શન ટેબલ પર લગાવી મોટી બોલી

લંડનમાં યોજાયેલી હરાજી દરમિયાન કાવ્યા મારન પોતે ઓક્શન ટેબલ પર હાજર હતા. તેમની સાથે ટીમના હેડ કોચ ડેનિયલ વેટોરી પણ હતા. સનરાઇઝર્સ લીડ્સે ટ્રેન્ટ રોકેટ્સ ટીમને પાછળ છોડીને અબરાર અહમદને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અબરારની ખરીદીના થોડા જ કલાકોમાં ટીમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થતા રહસ્ય ઘેરાયું છે, જોકે પ્લેટફોર્મ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : Mumbai-Pune Expressway Traffic Update: ખંડાલા ઘાટમાં કન્ટેનર પલટી જતાં વાહનવ્યવહાર ખોરવાયો, પ્રવાસીઓને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના.

સન ગ્રુપની ટીમ અને હેડ કોચની સ્પષ્ટતા

સનરાઇઝર્સ લીડ્સની માલિકી ભારતીય મીડિયા કંપની સન ગ્રુપ (Sun Group) પાસે છે, જેનું નેતૃત્વ ઉદ્યોગપતિ કલાનિધિ મારન કરે છે. ગયા વર્ષે જ આ ગ્રુપે નોર્ધન સુપરચાર્જર્સ ટીમમાં સંપૂર્ણ હિસ્સો મેળવી તેનું નામ બદલીને સનરાઇઝર્સ લીડ્સ કર્યું હતું. ટીમના હેડ કોચ ડેનિયલ વેટોરીએ જણાવ્યું હતું કે, અબરારની મિસ્ટ્રી સ્પિન અને શાનદાર ફોર્મને જોતા જ તેની પસંદગી કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટીમ મેનેજમેન્ટે પાકિસ્તાની ખેલાડીઓને લેવા અંગે કોઈ અલગથી મીટિંગ કરી નહોતી, માત્ર જરૂરિયાત મુજબ બોલી લગાવી હતી.

‘ધ હન્ડ્રેડ’ માં અન્ય પાકિસ્તાની ખેલાડીઓ

નોંધનીય છે કે ‘ધ હન્ડ્રેડ’ 2026 ના ઓક્શનમાં સોલ્ડ થનાર અબરાર અહમદ બીજા પાકિસ્તાની ખેલાડી છે. તેમના પહેલા બર્મિંગહામ ફોનિક્સ ટીમે પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકને અંદાજે 1.40 લાખ પાઉન્ડ (₹1.72 કરોડ) માં ખરીદ્યો હતો. જોકે, અન્ય ટીમોના માલિકો ભારતીય ન હોવાથી તે મામલે વિવાદ થયો નથી. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિરોધ વચ્ચે કાવ્યા મારન અને સન ગ્રુપ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે.

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version