Site icon

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વડાપ્રધાન મોદી પાસે માગી મદદ, ઇનકમટેક્સ વિભાગે તાત્કાલિક આપ્યો આ જવાબ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર, 

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરી છે. થોડી જ વારમાં ઈન્કમ ટેક્સ વિભાગે પીટરસનના ટ્વીટનો જવાબ આપ્યો છે. ખરેખર કેવિન પીટરસનનું પાન કાર્ડ ખોવાઈ ગયું છે અને તેણે સોમવારે ભારત આવવું પડશે. આ કારણે તેણે ભારત અને પીએમ મોદી પાસે મદદ માંગી છે.

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર  કેવિન પીટરસને  પાન કાર્ડ ખોવાઈ જવા અંગે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ટિ્‌વટ કર્યું, 'ભારત કૃપા કરીને મદદ કરે. મારું પાન કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે અને મારે સોમવારે ભારત આવવાનું છે, પરંતુ કામ માટે ફિઝિકલ કાર્ડની જરૂર છે. શું કૃપા કરીને કોઇ એવા વ્યક્તિ પાસે મોકલી શકાય, જેથી હું મારી મદદ માટે તાત્કાલિક સંપર્ક કરી શકું?' પીટરસને પોતાના ટિ્‌વટમાં પીએમ મોદીને પણ ટેગ કર્યા છે. 

ભાષાની ગરિમા જાળવવાનો નવતર પ્રયોગ,  ગુજરાતના આ જિલ્લામાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ મેચની કૉમેન્ટ્રી સંસ્કૃતમાં કરાઈ

કેવિન પીટરસનની સમસ્યાને દૂર કરવા માટે ઇનકમ ટેક્સ વિભાગે તેમના ટ્‌વીટનો જવાબ આપતાં જણાવ્યું કે પાન કાર્ડ કેવી રીતે પાછું મેળવવું. ઇનકમ ટેક્સ વિભાગે ટિ્‌વટ કર્યું, 'અમે તમારી મદદ કરવા માટે અહીં છીએ. જાે તમારી પાસે તમારી PAN વિગતો છે, તો ફિજિકલ પાન કાર્ડ પાછું મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા માટે કૃપા કરીને આ લિંક્સની મુલાકાત લો…. 

ઇનકમ ટેક્સ વિભાગે આગળના ટિ્‌વટમાં લખ્યું, 'જાે તમને તમારી PAN વિગતો યાદ ન હોય અને ફિઝિકલ કાર્ડ રિપ્રિન્ટ માટે અરજી કરવા માટે PAN શોધવાની જરૂર છે, તો કૃપા કરીને અમને adg1.systems@incometax.gov.in  પર સંપર્ક કરો અને jd.systems1.1@incometaxgov.in.’ પર ઇમેલ કરો. ત્યારબાદ કેવિન પીટર્સે ઈન્કમ ટેક્સ વિભાગનો આભાર વ્યક્ત કર્યો અને આભાર કહ્યું.

બોડીકોન ડ્રેસમાં માધુરી દીક્ષિતે લગાવ્યો ગ્લેમર નો તડકો, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ 

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version