News Continuous Bureau | Mumbai
ભારતે એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને જોરદાર જીત મેળવી. દુબઈમાં રમાયેલી ફાઇનલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને જીતની શુભેચ્છા પાઠવતાં ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ કર્યો. PM મોદીની આ સોશિયલ મીડિયા પોસ્ટથી પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફને ‘મરચું લાગ્યું’. તેમણે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ રીતે શાંતિ નહીં આવે.
PM મોદીએ શું કહ્યું?
PM મોદીએ ફાઇનલમાં ભારતની જીત બાદ ‘X’ પર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું, “ખેલના મેદાન પર ઓપરેશન સિંદૂર. પરિણામ એ જ છે, ભારતની જીત. અમારા ક્રિકેટર્સને જીતની શુભેચ્છાઓ.” એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં ૧૪૬ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે ૧૯.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
ખ્વાજા આસિફનો પલટવાર
PM મોદીની ‘X’ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં ખ્વાજા આસિફે લખ્યું, “ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરીને, મોદી પોતાની રાજનીતિ બચાવવા માટે ઉપમહાદ્વીપમાં શાંતિ અને સમસ્યાઓના સમાધાનની સંભાવનાઓને ખતમ કરી રહ્યા છે. આ રીતે શાંતિ અને સન્માન પુનઃસ્થાપિત થતા નથી. પાકિસ્તાન-ભારત યુદ્ધનો સ્કોર 6/0 હતો. અમે કંઈ નથી કહી રહ્યા, મોદીનું ભારત અને દુનિયા, બંનેમાં અપમાન કરવામાં આવ્યું છે.” આસિફે કહ્યું કે PM મોદી ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાનો નાશ કરીને સમસ્યાઓના સમાધાનની શક્યતાઓને ખતમ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો; Bank Holiday: ૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી આ શહેરોમાં બેંકો રહેશે બંધ, જાણો રજાઓ માં તાત્કાલિક કામ હોય તો શું કરવું?
પાકિસ્તાન સરકારના દાવામાં વિસંગતતા
Narendra Modi ખ્વાજા આસિફની પોસ્ટમાં રસપ્રદ બાબત એ છે કે ૭૨ કલાક પહેલા જ PM શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પર દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ ભારત સાથેના ૪ દિવસના યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાના ૭ જેટ્સને તોડી પાડ્યા હતા, જ્યારે હવે ૭૨ કલાક પછી તેમના જ રક્ષા મંત્રીએ ૬ જેટ્સને તોડી પાડવાનો દાવો કર્યો છે. પાકિસ્તાન સરકાર ‘ઓપરેશન સિંદૂર’ પછી અત્યાર સુધીમાં અનેક વખત જૂઠું બોલી ચૂકી છે. તેણે ઘણી વખત ભારતીય વિમાનોને તોડી પાડવાનો ખોટો દાવો કર્યો છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે તેના દાવાઓમાં સંખ્યા પણ વારંવાર બદલાઈ રહી છે.